સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી અમરેલી કલેક્ટર કચેરી ખાતે અમરેલી–વિસાવદર–વેરાવળ બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સૌથી પહેલા અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખવાનો મુદ્દો ઉપર હારે રાખવામાં આવ્યો હતો. અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ, શહેરની ઓળખ અને તેની શાન જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ સ્પષ્ટ અને દૃઢ રજૂઆત કરી હતી.
બેઠકમાં ભાવનગર રેલ્વે ડિવિઝનના ડીઆરએમ (DRM) તથા રેલ્વે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, બાકી રહેલા કાર્યો, જમીન સંપાદન, તકનિકી મુદ્દાઓ તેમજ કામગીરીને ઝડપી ગતિ આપવા માટે જરૂરી બાબતો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ચોમાસાને ધ્યાનમાં રાખીને ખેડૂતોના પ્રશ્નોને પણ બેઠકમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા રેલ્વે અન્ડરબ્રિજોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં તેમજ કૃષિ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ મુદ્દે સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ભાવનગર ડિવિઝનના ડીઆરએમ તથા રેલ્વેના અધિકારીઓને કડક સૂચનાઓ આપતાં જણાવ્યું હતું કે અમરેલી શહેરમાં રેલવે અન્ડરબ્રિજોમાં પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે. જ્યાં જરૂર હોય ત્યાં પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે અને તેની સતત સમીક્ષા કરવામાં આવે.
આ ઉપરાંત જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખવામાં આવે તે અંગે પણ બેઠકમાં ફરીથી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી. અમરેલીના જૂના રેલ્વે સ્ટેશનનું ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે અને તેની ઓળખ અખંડિત રહે તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બ્રોડગેજ રેલ્વે પ્રોજેક્ટની કામગીરીને વધુ ઝડપી બનાવી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં રેલ્વે વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments