અમરેલી

રીનોવેશન ઓફ પી.ટી (તળાવ) એટ દાધીયા ગામ તથા રીનોવેશન ઓફ પી ટી (તળાવ) નવા ગામ જાંબુડા કામોને સૈદ્ધાંતિક મંજૂરી, સાવરકુંડલા તાલુકા ના સિંચાઈ કામ માટે ૪૫.૦૨ લાખના મંજુરી મળી

સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ અને જળસંરક્ષણને વધુ મજબૂત બનાવવાના
હેતુથી રાજ્ય સરકાર દ્વારા બે મહત્વપૂર્ણ વિકાસકાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં
રીનોવેશન ઓફ પી.ટી (તળાવ) એટ દાધીયા ગામ તથા રીનોવેશન ઓફ પી ટી (તળાવ)
નવા ગામ જાંબુડા કામોને સૈદ્ધાંતિક મંજૂરી લાખની સૈદ્ધાંતિક મંજૂરી મંજૂર કરવામાં આવી છે.

આ બંને કામો પૂર્ણ થયા બાદ સંબંધિત વિસ્તારોમાં જળસંગ્રહ અને જળસંરક્ષણની સુવિધાઓને વધુ
અસરકારક બનાવવામાં મદદ મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની
ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આ કામો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ચોમાસા દરમિયાન
વરસાદી પાણીના સંગ્રહ તથા ઉપલબ્ધ જળસ્રોતોના યોગ્ય સંચાલન માટે આવા માળખાકીય
કામોનું મહત્વ વધે છે.
સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના વિકાસ માટે વિવિધ માળખાકીય અને સિંચાઈલક્ષી
કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અનુસંધાને દાધીયા ગામ અને નવા ગામ જાંબુડા
ખાતેના પી.ટી (તળાવ).ના રીનોવેશનને મળેલી સૈદ્ધાંતિક મંજૂરીને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ વિકાસ
પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ બંને કામો માટે રૂ. 45.02 લાખની મંજૂરી મળતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોને સિંચાઈ તથા
જળસંરક્ષણની દિશામાં લાભ થવાની અપેક્ષા છે. જળસંગ્રહની ક્ષમતા અને સિંચાઈ વ્યવસ્થામાં
સુધારો થવાથી ખેતીલક્ષી પ્રવૃત્તિઓને પણ સહાય મળી શકે છે.

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારના
વિકાસ સાથે જળસંરક્ષણ અને સિંચાઈની સુવિધાઓને મજબૂત બનાવવી એ મહત્વની પ્રાથમિકતા
છે. દાધીયા અને નવા ગામ જાંબુડા ખાતેના આ બંને કામોને મળેલી મંજૂરીથી સ્થાનિક વિસ્તારને
લાભ મળશે અને જળસંરક્ષણની કામગીરીને વધુ વેગ મળશે.
રાજ્ય સરકાર દ્વારા મળેલી આ સૈદ્ધાંતિક મંજૂરી બાદ આગામી તબક્કામાં જરૂરી વહીવટી પ્રક્રિયા
પૂર્ણ કરીને કામોને આગળ ધપાવવામાં આવશે. દાધીયા અને નવા ગામ જાંબુડા ખાતેના આ કામો
પૂર્ણ થતાં સ્થાનિક જળસ્રોતોના સંરક્ષણ તેમજ સિંચાઈ સુવિધામાં સુધારો થવાની અપેક્ષા છે.
આ મહત્વપૂર્ણ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળતા સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય
મહેશભાઈ કસવાલાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જળશક્તિ મંત્રી
ઈશ્વરસિંહ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts