અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે ખાંભા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૮ જુલાઈ સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  ખાંભા તાલુકાના ભાડ પ્રાથમિક શાળા, ધાવડીયા પ્રાથમિક શાળા, નાનુડી પ્રાથમિક શાળા, સમઢીયાળા-૨ પ્રાથમિક શાળા પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન ખાંભા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. આ અરજી ફોર્મ જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૦૮-૦૭-૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, ખાંભાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. ઉંમર મર્યાદા જાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષ હોવી જોઈએ.

વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, ખાંભાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી, ખાંભાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts