શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય વારસા પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી ‘ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા-2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આચાર્ય શ્રી ચેતનકુમાર ગુજરીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પરીક્ષામાં શાળાના કુલ ૮૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી કમલેશભાઈ ગોંડલિયા તથા શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને મૂલ્યનિષ્ઠા વિકસાવવામાં પ્રેરણાદાયી બની રહી હતી.















Recent Comments