અમરેલી

સાાવરકુંડલાના જેસર રોડની બિસ્માર હાલત અંગે નગરપાલિકામાં રજૂઆત: ૭ દિવસમાં રોડ રિપેર કરવા માંગ

સાાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮ ના સદસ્ય મેધાબેન એચ. ગઢીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને પત્ર લખીને જેસર રોડની અત્યંત ખરાબ હાલત અંગે તાત્કાલિક રજૂઆત કરવામાં આવી છે.  

​રજૂઆતમાં જણાવ્યા મુજબ, કેટલાક સમય પહેલાં GUDC દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું યોગ્ય રિસ્ટોરેશન કરવામાં આવ્યું નથી, જેના કારણે રસ્તા પર મોટા ખાડા, પથ્થરો અને કાંકરા વેરાયેલા છે. આ મુખ્ય હાઇવે રોડ પરથી શાળાના બાળકો, વાહનચાલકો અને હજારો નાગરિકોની રોજીંદી અવરજવર હોવાથી અકસ્માતોનું જોખમ વધી ગયું છે.  

​મુખ્ય માંગણીઓ આ મુજબ છે 

૧. GUDC ના કોન્ટ્રાક્ટર પાસે અથવા નગરપાલિકાના સ્વભંડોળમાંથી જેસર રોડનું લેવલીંગ અને પેચવર્ક/રિપેરીંગનું કામ ૭ દિવસમાં પૂર્ણ કરવામાં આવે.

૨. રિપેરીંગ ન થાય ત્યાં સુધી અકસ્માત નિવારવા ખાડાઓ ફરતે બેરીકેટ અને ચેતવણી બોર્ડ મુકવામાં આવે.  

​જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે અને કોઈ અકસ્માત સર્જાશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચીમકી પણ સદસ્ય દ્વારા આપવામાં આવી છે.

Related Posts