ગુજરાત

“પ્રકૃતિ કા હમ વંદન કરે” સુરત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય વરાછા કેન્દ્ર દ્વારા પૃથ્વી દિવસ ની ઉજવણી કરવામાં આવી

સુરત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય વરાછા કેન્દ્ર દ્વારા પૃથ્વી દિવસ ની ઉજવણી કરવામાં આવી બ્રહ્માકુમારી ની સુરત વરાછા સેવા કેન્દ્ર દ્વારા પૃથ્વી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેમો લોકોને પૃથ્વીના સરંક્ષણ  માટે જાગૃતિ આવે તે માટે બ્રહ્માકુમારી તૃપ્તિબેને પ્રતિજ્ઞા કરાવી જણવ્યું હતું કે જેમ આપના મનમાં સુંદર વિચાર ત્યારેજ આવસે જ્યારે આપણે મેડિટશન કરીશ 

કાર્યક્રમની અંદર સેવા કેન્દ્રના સંચારિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેન,  પૂર્વ મેયર શ્રી અસ્મિતાબેન શિરોયા,  સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, ડોક્ટર વિનોદભાઈ પટેલ, ટેક્સટાઇલના ઉદ્યોગપતિ ભ્રાતા કિશોરભાઈ વિશેષ હાજરી આપી હતી.

પૂર્વ મેયર ભગિની અસ્મિતાબેન શિરોયાએ સભાને સંબોધિત કરતા જણાવ્યું કે આપણે પૃથ્વીના સંરક્ષણ માટે પાણીને બચાવીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો.

પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ.

સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડટ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું કે ધરતી એ આપણી માતા છે એ ધરતી માતાની રક્ષા માટે કેમિકલોનો ઉપયોગ બંધ કરીએ ઈલેક્ટ્રીક સંસાધનો અને ઇલેક્ટ્રીક ગાડીઓનો ઉપયોગ વધુ કરીએ પૃથ્વી આપણું એકમાત્ર ઘર છે, તેને સાચવવું આપણી જવાબદારી છે

કાર્યક્રમના અંતે સર્વે સુંદર ગીત સાથે “પ્રેમમયી સંસાર બને પ્રકૃતિ કા હમ વંદન કરે.ઈશ્વર કી રચના પાંચ તત્વ કા દિલ સે અભિનંદન કરે પ્રકૃતિને પવિત્ર પ્રકંપન્નો પ્રવાહિત કર્યા.

Related Posts