સુરત બ્રહ્માકુમારી દ્વારા કલાકારો માટે પરીસંવાદ
બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા રોડ સ્થિત શાખા દ્વારા કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે જોડાયેલ ચિત્રકાર, સંગીતકાર, ગીતકાર, સાહિત્યકાર, નૃત્ય કલાકાર માટે
“સંસ્કૃતિ સંરક્ષણ થી સંસ્કાર નિર્માણ
કલાકાર બને આધાર”વિષય પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ લંબે હનુમાન રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યું. આ ભવ્ય અને અવિસ્મરણીય પરિસંવાદમાં ભ્રાતા વૈભવભાઈ દેસાઈ- સુપ્રસિદ્ધ નાટ્યકાર, ભ્રાતા હેમાંગભાઈ વ્યાસ- સપ્તધ્વનિ કલાવૃંદના ચેરમેન શ્રી, ભગિની રેશ્માબેન નાગર- પ્રતિભાશાળી કથક નૃત્યાંગના, ભગિની નયનાબેન- ત્રીપલ વર્લ્ડ રેકોર્ડ ફોલ્ડર, ભ્રાતા રમણીકભાઈ ઝાપડિયા- કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી, બ્રહ્માકુમારી ગીતાબેન- સંચાલિકા ભીનમાલ (રાજસ્થાન) સેવાકેન્દ્ર, બ્રહ્માકુમારી તૃપ્તિબેન સહિત અનેક મહાનુભાવો એ સ્ટેજની શોભા વધારી હતી. તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ કલાક્ષેત્રના કલાકારોના આગમનથી વિશાળ ઓડિટોરિયમ શોભનિક બન્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ઓમકાર ધ્વનિ અને ધ્યાન અનુભૂતિ દ્વારા બ્રહ્માકુમારી શ્વેતાબેને કરાવી હતી. ત્યારબાદ સર્વને શબ્દોથી આવકારતા બ્રહ્માકુમારી તૃપ્તિ બેને જણાવ્યું કે સમાજના અને વિશ્વને તણાવ ચિંતા અને અશાંતિથી મુક્ત રાખવામાં ખૂબ મોટો ફાળો આપ સૌ વિવિધ ક્ષેત્રના કલાકાર ભાઈ બહેનો નો છે. આ સમયે તેઓએ સંસારના સર્વોચ્ચ કલાકાર પરમાત્મા શિવ નું આહવાહન કર્યું. મુખ્ય ઉદબોધન કરતા રાજસ્થાન ભીનમાલ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા તથા મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમારી ગીતાબેને જણાવ્યું કે મનોરંજન પીરસવાનું પુણ્ય આપ સૌ અવશ્ય કરી રહ્યા છો પરંતુ જો તેમાં આધ્યાત્મિકતા ને સાથે રાખવામાં આવે તો આપ સૌ કલાકારો દ્વારા સૃષ્ટિ સ્વર્ણિય સંસાર બની શકે.
આ સેમિનારમાં સુરત જિલ્લાના 300 થી પણ વધુ કલાકારોએ લાભ લીધો હતો. આભાર વિધિ પાસોદરા સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી હર્ષાબેને કરી. તથા સર્વને શુભ સંકલ્પ રૂપે પ્રતિજ્ઞા બ્રહ્માકુમારી સોનલબેન ને કરાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન કામરેજ સેવાકેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી રીમાબેને કર્યું હતું.


















Recent Comments