અમરેલી

ઊર્જા રાજ્યમંત્રીકૌશિકભાઈ વેકરીયાએ ઈંધણ બચતની અપીલને પ્રાધાન્ય આપ્યું : માત્ર પોતાની એક જ ગાડી સાથે ગામડાઓનો પ્રવાસ કર્યો

*અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના નવા ૪ ઓરડાઓના બાંધકામનું ખાતમુહૂર્ત કરતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*
*૦૦૦૦૦૦૦*
*મોટી કુંકાવાવ ખાતે અંદાજે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નવી ૪ આંગણવાડી બનાવવામાં આવશે, રામપરા-મોદી પ્લોટને જોડતા પુલનું ખાતમુહૂર્ત સંપન્ન*
*૦૦૦૦૦૦૦*
*મોટા ભંડારીયા મુકામે અંદાજે રૂ. ૧૦ લાખથી વધુના ખર્ચે બંધારાના રીનોવેશન કામનું ખાતમુહૂર્ત કરતા રાજ્યમંત્રીશ્રી*
*૦૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૧૬ મે, ૨૦૨૬ (શનિવાર) -* તાજેતરની વૈશ્વિક સ્થિતિના પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને ઈંધણ બચત માટે પ્રેરિત કર્યા છે. આ અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કેટલાક નીતિ અને નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ પણ ઈંધણ બચતની અપીલને પ્રાધાન્ય આપીને માત્ર પોતાની એક જ ગાડી સાથે ગામડાઓનો પ્રવાસ કર્યો હતો અને વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાદગીનું ઉત્તમ ઉદાહરણ રાજ્યમંત્રીશ્રીએ પૂરું પાડ્યું હતું.

આજરોજ ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલીના નવા ખીજડીયા મુકામે પ્રાથમિક શાળાના નવા ૪ ઓરડાઓના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતુ. સાથે મોટી કુંકાવાવ ખાતે અંદાજે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નવી ૫ આંગણવાડી બનાવવામાં આવશે, રામપરા-મોદી પ્લોટને જોડતા પુલના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. મોટા ભંડારીયા મુકામે અંદાજે રૂ. ૧૦ લાખથી વધુના ખર્ચે બંધારાના રીનોવેશન- વિકાસકામની કામગીરી હાથ ધરવામાં આવશે.

નવા ખીજડીયા, મોટા ભંડારીયા, મોટી કુંકાવાવ ખાતે વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચશ્રીઓ, નવા ચૂંટાયેલ પ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts