*પ્રતાપપરા મુકામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સંપન્ન*
*૦૦૦૦૦૦૦*
*વાંકિયા મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે અને મોટા ગોખરવાળા મુકામે અંદાજિત રૂ. ૧૨ લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલનું રીનોવેશન કરવામાં આવશે*
*૦૦૦૦૦૦૦*
*અમરેલી તા. ૧૬ મે, ૨૦૨૬ (શનિવાર) –* આજરોજ ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રોડ-રસ્તા સહિતની આંતરમાળખાકીય સવલતો સતત અને અવિરતપણે વિકસિત થઈ રહી છે. રોડ-રસ્તાના વિવિધ વિકાસકામો પ્રગતિ હેઠળ છે.
ઊર્જા રાજ્યમંત્રીશ્રીએ પ્રતાપપરા મુકામે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગના વિકાસકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે વાંકિયા મુકામે અંદાજે રૂ. ૩૦ લાખના ખર્ચે અને મોટા ગોખરવાળા મુકામે અંદાજિત રૂ. ૧૨ લાખના ખર્ચે પુરસંરક્ષણ દિવાલનું રીનોવેશન-વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, માત્ર સારા શિક્ષણની વ્યવસ્થા જ નહીં પરંતુ તેની સાથે શાળાના બિલ્ડિંગનું પણ આધુનિકીકરણ કરવાની નેમ સાકાર થઈ રહી છે. સારી શિક્ષણ વ્યવસ્થા થકી બાળકોનું ભાવિ ઉજ્જવળ બની રહ્યું છે. પુર સંરક્ષણ દિવાલના રીનોવેશન થકી સ્થાનિકોની વર્ષો જૂની જળ ભરાવ અને પૂરની સમસ્યા દૂર થશે, તેમજ ચોમાસા દરમિયાન પણ પરિવહન સેવામાં નિયમિતતા સરળ બનશે.
વાંકિયા, પ્રતાપપરા, મોટા ગોખરવાળા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચશ્રીઓ, નવા ચૂંટાયેલ પ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments