વડોદરા સાંપ્રત ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પાવન મિશ્રા માં ધીરજ હોસ્પિટલ, વાઘોડિયા, વડોદરા તરફથી વિશ્વ ઇમરજન્સી દિવસ (૨૭ મી મે,)નિમિત્તે બેઝિક લાઈફ સપોર્ટ અંગેની તાલીમ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. ધીરજ હોસ્પિટલ ની ડોક્ટર્સ ની ટીમ દ્વારા CPR(પ્રાથમિક સારવાર) નું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. ડૉ. ઈશા ઝાટકિયા, ડૉ. સલોની શાહ, યતીનભાઈ પરમાર(માર્કેટિંગ) અને હંસાબેન રાઠવા(સહાયક નર્સ) દ્વારા ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. હાર્ટ એટેક, સ્ટ્રોક, અકસ્માત, શ્વાસ લેવામાં લકલીફ, જેવી પરિસ્થિતિ માં સમયસર મળેલી સારવાર જીવ બચાવી શકે છે. જેમાં ગોલ્ડન અવર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપત્તિ સમયે કેવીરીતે વર્તવું તેની જાણકારી હોવી મહત્વની છે. એજ જાણકારી આ ડોક્ટર્સ ની ટીમે આજની તાલીમ માં આપી હતી.
આ પ્રસંગે સાંપ્રત સંસ્થાના તમામ અનાથ દિવ્યાંગો સંપૂર્ણ ડ્રેસ કોડ માં , તેમજ મેનેજર હિતેશભાઈ, ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ડૉ. કનુભાઈ લીંબચીયા, મોતીભાઈ જાંબુ, શ્યામ ખટાવકર, રોહિણીબેન યશી વિગેરે ઉપસ્થિત હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના તરસાલી વિસ્તારમાં સાંપ્રત દિવ્યાંગો ના અનાથાશ્રમ માં ૨૪ જેટલા બાળકો પુરુષો ને કાળજીપૂર્વક સંભાળ લેવામાં આવે છે. ૫ વર્ષ થી ૬૦ વર્ષ સુધીના દિવ્યાંગો નિવાસ કરે છે. એકંદરે આજનો કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ સંપન્ન થયો હતો.


















Recent Comments