રાજ્ય સરકારની “મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના” અંતર્ગત યુવાધન પોતાના ગામના ભવ્ય વારસા અને ગ્રામ અસ્મિતાથી સુપરિચિત થાય તેવા હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગત તા. ૨૨ ઓગસ્ટના રોજ સાવરકુંડલાની એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વંડા ગામની શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થિની કુ. મોનિકા ગોવિંદભાઇ મેવાડાએ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે.
કુ. મોનિકા ગોવિંદભાઇ મેવાડા (શ્રી પી.પી.એસ. હાઇસ્કૂલ, વંડા)એ
“ફરજ પાલન સહ દેશ સેવા”એ વિષય પર
તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ અને રૂ. ૧૦,૦૦૦/- નો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ
શ્રી પ્રહલાદભાઇ ચૌહાણ અને શ્રીમતી કૈલાસબેન રોજાગરાના માર્ગદર્શન હેઠળ
મોનિકા મેવાડાએ રાષ્ટ્રભક્તિથી સભર વિષય પર પોતાના સચોટ શબ્દભંડોળ, અસ્ખલિત વાણી-પ્રવાહ અને તર્કબદ્ધ રજૂઆતથી નિર્ણાયકો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ ઝળહળતી સફળતા બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનજીબાપા તળાવિયા, મંત્રી શ્રી કાંતીભાઇ પાંચાણી અને આચાર્ય શ્રી સંજયભાઇ ચૌહાણે વિજેતા વિદ્યાર્થિનીને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ માર્ગદર્શક શિક્ષકોની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.















Recent Comments