આપડું કુંડલા’ પત્રકાર પાંધીસર ડિજિટલ ન્યૂઝની લોકઝુંબેશ અંતર્ગત સાવરકુંડલાના મુખ્ય ગણાતા આઝાદ ચોક વિસ્તારના બિસ્માર રસ્તા અંગે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી આ મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડી જતાં રસ્તો ‘મગરની પીઠ’ જેવો બની ગયો છે. તેના લીધે અવારનવાર વાહનો સ્લિપ થતાં અકસ્માતો સર્જાય છે તેમજ ચોમાસાના ગંદા પાણી ઉડવાથી રાહદારીઓ હેરાન થાય છે. આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખને રજૂઆત કરાતાં ચોમાસા પછી નવો રસ્તો બનાવવાની ખાતરી અપાઈ છે. પરંતુ, પ્રજાની વર્તમાન હાલાકીને ધ્યાને રાખીને નવો રોડ બને ત્યાં સુધી તાત્કાલિક ધોરણે ખાડાઓમાં ટાંશ પુરાણ કે પૅચવર્ક કરીને રસ્તો ચાલવા યોગ્ય બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.














Recent Comments