fbpx
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનની નીલા ઈબ્રાહિમીને ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન પીસ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવી છે

નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં એક સમારોહમાં નીલાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનની ૧૭ વર્ષની છોકરી નીલા ઈબ્રાહિમીને ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન પીસ પ્રાઈઝથી નવાજવામાં આવ્યા છે. આ એવો એવોર્ડ છે જે પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈ પણ જીતી ચૂકી છે. નીલા એક એવી છોકરી છે જેને તેના જ દેશમાં બોલતા અટકાવવામાં આવી હતી. આ પછી પણ તેણે હાર ન માની અને કાબુલમાં છોકરીઓના અધિકાર માટે લડતી રહી. નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં એક સમારોહમાં નીલાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અગાઉ આ પુરસ્કાર મલાલા યુસુફઝાઈ, ગ્રેટા થનબર્ગ અને નકોસી જાેનસનને આપવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે.

૨૦૨૧માં અમેરિકાની પીછેહઠ બાદ તાલિબાન અહીં સત્તામાં છે. એક ઈન્ટરવ્યુમાં નીલાએ એક્ટિવિસ્ટ તરીકેના તેના પ્રથમ કામ વિશે જણાવ્યું. તેણીએ કહ્યું કે તે સમયે તે જાેખમી લાગતું હતું, પરંતુ કદાચ હું તેનો સંપૂર્ણ વિચાર સમજી શકી ન હતી કારણ કે હું માત્ર ૧૩ કે ૧૪ વર્ષની હતી. તેમણે વધુમાં કહ્યું કે, જાે વિશ્વના એક ભાગમાં મહિલાઓના અધિકારો પ્રભાવિત થઈ રહ્યા છે તો સમગ્ર વિશ્વ કોઈને કોઈ રીતે પીડાશે. માર્ચ ૨૦૨૧ માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા તે પહેલાં, કાબુલ શિક્ષણ નિર્દેશાલયે ૧૨ વર્ષથી વધુ ઉંમરની છોકરીઓને જાહેરમાં ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નીલાએ આનો વિરોધ કર્યો. તેણે પ્રદર્શન કર્યું. તેણે મૌન રહેવાની ના પાડી. નીલાએ ઈંૈંછદ્બસ્અર્જીહખ્ત અભિયાનના ભાગ રૂપે એક વિરોધ ગીત રેકોર્ડ કર્યું અને તે વાયરલ થયું. તેમના ગીતની એવી અસર હતી કે થોડા અઠવાડિયામાં જ ક્રમ પલટાઈ ગયો. નીલાએ કહ્યું કે મેં પહેલી વાર વિચાર્યું કે વાહ. જેમ કે જાે મારે આ જાેઈએ છે, જાે મને લાગે છે કે આ રીતે હું જીવવા માંગુ છું, તો હું બોલી શકું છું અને તે સ્વીકારી શકાય છે. નીલા તેના પરિવાર સાથે ૩૦ બર્ડ્‌સ ફાઉન્ડેશનની મદદથી અફઘાનિસ્તાનથી પાકિસ્તાન ભાગી ગઈ હતી. આ પછી તે કેનેડા ગઈ જ્યાં તેણે અફઘાન છોકરીઓની વકીલાત કરવાનું ચાલુ રાખ્યું.

Follow Me:

Related Posts