નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ, સાવરકુંડલા ખાતે શાળાના માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષક શ્રી જયંતીભાઈ ખડદિયા તથા કાર્યાલય વિભાગના સેવક શ્રી સલીમભાઈ ચાવડાની નિવૃત્તિ નિમિત્તે એક ભવ્ય અને ભાવસભર 'વિદાય સન્માન સમારંભ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોમાં મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન કામદાર, મંડળના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, મંડળના ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મહિલા કોલેજના પ્રિન્સિપાલશ્રી ચાવડાસાહેબ, કાણકિયા કોલેજના ડૉ. હાર્દિકભાઈ ઉદેશી, શ્રી જે. વી. મોદી હાઇસ્કૂલના આચાર્યશ્રી જીતુભાઈ ભટ્ટસાહેબ, એસ. વી. દોશી હાઇસ્કૂલના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા, શ્રી સનરાઈઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સોનલબેન મશરૂ, આશ્રમશાળાના આચાર્યશ્રી અશોકભાઈ, શ્રી એસ. વી. દોશી હાઇસ્કૂલના શિક્ષકશ્રી કિરીટભાઈ હિંગુસાહેબ, શ્રી એસ. વી. દોશી હાઇસ્કૂલના શિક્ષકાશ્રી સંગીતાબેન પરમાર, બનજારા હાઇસ્કૂલના નિવૃત્ત શિક્ષકશ્રી સી. ટી. મહેતા, ઈશ્વરભાઈ પરમાર, પટેલ સંકુલ, અમરેલીથી વિજયભાઈ રાજપૂત, નરેન્દ્રભાઈ બારોટ, તેમજ પત્રકાર પાંધી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિદાય લેનાર ખડદિયા સરના પરિવારમાંથી તેમના મોટાભાઈ મધુભાઈ, ધીરૂભાઈ, ખડદિયા સરના ધર્મપત્ની હર્ષાબેન, પુત્ર નિશીથ, રૂચિત તથા પૌત્ર કબીર અને કેદાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સલીમભાઈ ચાવડાના પરિવારમાંથી તેમના ધર્મપત્ની હફીઝાબેન અને તેમના પુત્ર સોહિલભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રાર્થનાખંડમાં રોજિંદી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારપછી ઉપસ્થિત તમામ સન્માનનીય મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદાય લેતા કર્મચારીશ્રીઓના માન-સન્માનમાં શાળાની વિદ્યાર્થીનીઓ ગોહિલ શિવાની, જોગદીયા હીના, સિસોદિયા આયુષી, જીંજાળા દીપાલી, જીંજાળા આરૂતી, કાછડ નૈમિષા, નાકરાણી સ્મિત, ચૌહાણ મહેંદી અને બારૈયા હીરલ દ્વારા પ્રતિભાવો અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિદાય લેતા બંને કર્મચારીશ્રીઓને મંડળ તરફથી શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા શાલ, સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરીને બંને સાહેબશ્રીઓનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષિકાશ્રી અમિષાબેન સોલંકીએ ખડદિયા સરને અર્પણ કરાયેલ સન્માનપત્રનું તથા શિક્ષિકાશ્રી નિરલબેન સાવલિયાએ સલીમભાઈ ચાવડાને અર્પણ સન્માનપત્રનું રોચક વાંચન કર્યું હતું. સાથે જ શિક્ષક પ્રેમ વ્યક્ત કરવા માટે અને કાયમી સંભારણા માટે ધોરણ 9/ક અને ધોરણ 10/ક વિદ્યાર્થી ભાઈ/બહેનોએ ખડદિયા સરને ભેટ અર્પણ કરી હતી. આ ઉપરાંત, કે. કે. હાઇસ્કૂલના ભૂતપૂર્વ આચાર્યશ્રી અને હાલ સુરતમાં સેવા આપતા તેમજ આચાર્યસંઘના પ્રમુખશ્રી કિશોરકુમાર જાનીસાહેબે આચાર્યસંઘના લેટરપેડ ઉપર સલીમભાઈને પાઠવેલો નિવૃત્તિ શુભેચ્છા સંદેશ રફીક સર દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેમજ કે. કે. હાઇસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકશ્રી યોગેશભાઈ પરમાર (વિજ્ઞાનપ્રવાહ, હાલ અમદાવાદ) સેવા આપી રહ્યા હોય અને બોર્ડની કોર કમિટીની મીટિંગ હાજરી આપવાની હોવાથી પોતે રૂબરૂ હાજર રહી શક્યા ન હોય, તેમના વતી રફીક સરે ખડદિયા સરને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. શાળા પરિવારમાંથી શિક્ષિકાશ્રી તૃપ્તિબેન ભરાડ અને માંજરીયા સરે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. મહેમાનોમાંથી ખડદિયા સરના મોટાભાઈ મધુભાઈએ પૂર્વજીવનના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમજ સી. ટી. મહેતાએ ખડદિયા સર સાથે કરેલી નોકરીને યાદ કરીને સ્મૃતિઓ વાગોળી હતી. જે. વી. મોદી હાઇસ્કૂલના આચાર્યશ્રી જીતુભાઈ ભટ્ટે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. વિદાય લેતા સલીમભાઈ ચાવડા અને ખડદિયા સરે પોતાના શાળાજીવન સાથે જોડાયેલા સંસ્મરણોને યાદ કર્યા હતા. નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી તેમજ શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ ગુજરિયાએ વિદાય લઈ રહેલા બંને સાહેબશ્રીઓની નિષ્ઠા, પ્રામાણિકતા, ફરજ અને વફાદારી જેવા ગુણોને બિરદાવીને તેમને નિવૃત્તિ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સલીમભાઈ ચાવડાની શાળા પ્રત્યેની વફાદારી, તેમના કાર્યની ચોક્સાઈ અને સુઘડ કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ ખડદિયા સરની સાહિત્ય અને શિક્ષણ પ્રત્યેની અભિરુચિ, વર્ગખંડ સાથેનો નાતો, તેમની સજ્જતા તથા સાહિત્ય પ્રત્યેની તેમની પરખ વગેરેની નોંધ લેવાઈ હતી. આ ઉપરાંત પોતાના દીકરાનું નામ ઉમાશંકર જોશીના કાવ્યસંગ્રહ 'નિશીથ' પરથી રાખ્યું હતું એ બાબતનો ઉલ્લેખ કરીને સાહિત્ય પ્રત્યેના તેમના પવિત્ર ભાવને ઉજાગર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રફીક સર દ્વારા કરવામાં આવ્યું હતું. ખડદિયા સરના સૌજન્યથી તા. ૧૫/૧૦/૨૬ ના રોજ શાળાના બધા જ વિદ્યાર્થીઓને સિંગપાક અને ચેવડાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો, અહીં તેમનો વિદ્યાર્થી પ્રેમ વ્યક્ત થયો હતો. તેમજ ખડદિયા સરના સૌજન્યથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા જ મહેમાનોને આવકાર હોટેલ, સાવરકુંડલામાં જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શ્રી કે.કે હાઈસ્કૂલ તરફથી પણ બધા જ વિદ્યાર્થીઓ માટે કેન્ડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી ચેતનભાઈ ગુજરિયાના માર્ગદર્શન હેઠળ અને શાળા પરિવારના યોગ્ય સહકારથી સફળ રીતે કાર્યક્રમ પૂર્ણ