Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતેની એરોગેસ એજન્સી સસ્પેન્ડ કરવા ભલામણ: ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

સાવરકુંડલામાં દેવળા ગેટ ખાતેની એરોગેસ એજન્સી સસ્પેન્ડ કરવા ભલામણ: ગ્રાહકોને ગેસ સિલિન્ડર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી ‘એરોગેસ એજન્સી’ ખાતે છેલ્લા થોડા સમયથી રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષ તથા અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાને લઈને સાવરકુંડલા મ

સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી ‘એરોગેસ એજન્સી’ ખાતે છેલ્લા થોડા સમયથી રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષ તથા અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાને લઈને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા ઉક્ત એરોગેસ એજન્સીને સસ્પેન્ડ કરવા તેમજ તેના ગ્રાહકોને અન્ય નજીકની ગેસ એજન્સી ખાતે ટ્રાન્સફર […]

સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં આવેલી ‘એરોગેસ એજન્સી’ ખાતે છેલ્લા થોડા સમયથી રાંધણગેસના બોટલ મેળવવામાં ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને લોકોમાં રોષ તથા અસંતોષ જોવા મળ્યો હતો. આ બાબતને ધ્યાને લઈને સાવરકુંડલા મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા ઉક્ત એરોગેસ એજન્સીને સસ્પેન્ડ કરવા તેમજ તેના ગ્રાહકોને અન્ય નજીકની ગેસ એજન્સી ખાતે ટ્રાન્સફર કરવા માટે કલેક્ટર સાહેબ, અમરેલીને જરૂરી દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.  

​હાલમાં અમરેલી, મોટા ઝીંઝુડા વગેરે સ્થળે આવેલી અન્ય ગેસ એજન્સીઓ ખાતે બાકી રહેલા ગ્રાહકોને ઝડપથી રાંધણગેસ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી સાવરકુંડલા શહેર તથા તાલુકાના ગ્રાહકોને આગામી ૩ થી ૪ દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જવાની પૂરી શક્યતાઓ છે. તેથી બિનજરૂરી ગભરામણ કે અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.  તંત્ર અને આઈઓસીએલ દ્વારા હંગામી ધોરણે 

​ગ્રાહકો માટે ગેસ વિતરણ વ્યવસ્થા આવતીકાલથી આ મુજબ  કરવામાં આવી રહી છે જે આ મુજબ રહેશે એવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે સ્થળની વિગત:

​બિલખીયા ગેસ એજન્સી (ડિલિવરી): મહુવા રોડ, સહકારી  સંઘના ગોડાઉન પાસે, સાવરકુંડલા  

​સોનલમા ગેસ એજન્સી (મોટા ઝીંઝુડા): જેસર રોડ, ફાટક પાસે, સાવરકુંડલા  

​મહત્વની સૂચના: જે ગ્રાહકોના E-KYC કરાવવાના બાકી હોય, તેમણે એરોગેસ એજન્સીના ગેસ ગોડાઉન ખાતે જઈને E-KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવી.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)