Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સિહોર તાલુકા સરદાર પટેલ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ એકયતા ભાતૃપ્રેમ નો સંદેશ આપતું શક્તિ પર્વ ઉજવાયું

સિહોર તાલુકા સરદાર પટેલ યુવા સંગઠન આયોજિત નવરાત્રી મહોત્સવ  એકયતા ભાતૃપ્રેમ નો સંદેશ આપતું શક્તિ પર્વ ઉજવાયું
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સિહોર તાલુકા સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા આયોજિત પરંપરાગત  ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો નવરાત્રી એટલે માત્ર ગરબાનો ઉત્સવ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા, એકતા અને ભાઈચારાનું પર્વ.નું પવિત્ર પર્વને યાદગાર બનાવવા માટે સૌએ જે ઉત્સાહ, ઉમંગ થી એક દિવસય શ...

સિહોર તાલુકા સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા આયોજિત પરંપરાગત  ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો નવરાત્રી એટલે માત્ર ગરબાનો ઉત્સવ નહીં, પરંતુ સંસ્કૃતિ, પરંપરા, શ્રદ્ધા, એકતા અને ભાઈચારાનું પર્વ.નું પવિત્ર પર્વને યાદગાર બનાવવા માટે સૌએ જે ઉત્સાહ, ઉમંગ થી એક દિવસય શક્તિ અનુષ્ઠાન નવરાત્રી મહોત્સવને સફળ બનાવ્યું તમામ પાટીદાર ભાઈઓ અને બહેનો, વડીલો, માતાઓ, યુવાનો અને નાનાં ભૂલકાંઓ પ્રત્યે વ્યક્ત કરતા આયોજકો આ મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિ, આનંદ અને ઉત્સાહથી ગુંજી ઊઠ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા કિંમતી સમય, મહેનત, માર્ગદર્શન અને સહયોગ આપ્યો તેવા સમાજના તમામ આગેવાનો, વડીલો, ઉદાર દિલ દાતા રત્નો શ્રીઓ, કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સહયોગ આપનાર દરેક વ્યક્તિનો સરદાર પટેલ યુવા સંગઠન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો  વ્યવસ્થા, શિસ્ત, સુરક્ષા, સાઉન્ડ, લાઇટિંગ, ગરબા આયોજન અને અન્ય તમામ જવાબદારીઓ નિભાવનાર દરેક કાર્યકર્તાને અભિનંદન પાઠવ્યા સૌની નિષ્ઠા, એકતા અને અથાગ મહેનતના કારણે જ આ નવરાત્રી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થઈ શક્યો છે. સમાજની સાચી તાકાત એકતામાં છે. જ્યારે સમાજના દરેક ભાઈ અને બહેન એકસાથે જોડાય છે, ત્યારે કોઈપણ કાર્યને સફળ બનાવવું સરળ બની જાય છે. આ નવરાત્રી મહોત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે સૌ સાથે મળીને સમાજની સંસ્કૃતિને જાળવી રાખી શકીએ છીએ અને આવનારી પેઢીને પરંપરાઓ સાથે જોડી શકીએ છીએ સરદાર પટેલ યુવા સંગઠન જણાવ્યું હતું કે મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદ જળવાઈ રહે. પાટીદાર સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારો હંમેશાં વધતો રહે અને આવનારા વર્ષોમાં પણ સૌ આ જ ઉત્સાહ સાથે એકત્રિત થઈને આવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરતા રહીએ.ફરી એકવાર, નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર અને સહયોગ આપનાર સમસ્ત પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર દર્શન વ્યક્ત કરાયો હતો 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)