Loading Date... Gold 24K: ₹90,602 | Silver 1kg: ₹106,896 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel
BREAKING NEWS

ગરીબોના છાપરા-લારીઓ પર બુલડોઝર ફેરવતી સાવરકુંડલા પાલિકા કરોડોની જમીન દબાવી બેઠેલા માલેતુજારો સામે કેમ લાચાર?

ગરીબોના છાપરા-લારીઓ પર બુલડોઝર ફેરવતી સાવરકુંડલા પાલિકા કરોડોની જમીન દબાવી બેઠેલા માલેતુજારો સામે કેમ લાચાર?
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના બેવડા વલણ સામે પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના નાના ધંધાર્થીઓ પોતાની રોજીરોટી રળી શકે તે માટે મૂકેલા છાપરા, પાલા, લારી કે ઓટલા પર પાલિકાનું તંત્ર નિર્દયતાથી બુલડોઝર ફેરવી તાત્કાલિક ડિમોલિશન કરી નાખે છે.

સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના બેવડા વલણ સામે પ્રજામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના નાના ધંધાર્થીઓ પોતાની રોજીરોટી રળી શકે તે માટે મૂકેલા છાપરા, પાલા, લારી કે ઓટલા પર પાલિકાનું તંત્ર નિર્દયતાથી બુલડોઝર ફેરવી તાત્કાલિક ડિમોલિશન કરી નાખે છે. પરંતુ બીજી બાજુ, ગામની મધ્યમાં આવેલી કરોડો રૂપિયાની ૨૮,૧૭૬ ચોરસ મીટર સરકારી જમીન પર કબ્જો જમાવીને બેઠેલા મોટા માથા અને ખાનગી દુકાનદારો સામે પાલિકા તંત્ર સાવ પાંગળું સાબિત થયું છે!  
આરટીઆઈ (RTI) હેઠળ થયેલા ચોંકાવનારા પર્દાફાશ મુજબ, પાલિકાએ અદાલતોમાં એવી રજૂઆત કરી હતી કે જૂની ‘પ્રેસ મિલ’ની આ જગ્યા પર બાળકો માટે શાળા અને શૈક્ષણિક સંકુલ બનાવવું છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ વર્ષ ૨૦૧૭માં બાળકોના શિક્ષણના હિતને ધ્યાને રાખી આખી જમીન ખાલી કરી પાલિકાને સોંપવા આદેશ કર્યો હતો.
ગરીબો માટે કાયદો કડક, મોટા માથાઓ માટે ઢીલો કેમ?
ગામમાં રસ્તા પર ઊભેલી સામાન્ય લારી કે ઓટલો હટાવવામાં સહેજ પણ દયા ન દાખવતી પાલિકા, સુપ્રીમ કોર્ટે આખી જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હોવા છતાં ત્યાં વર્ષોથી ધમધમતી ખાનગી દુકાનો ખાલી કરાવવા માત્ર દર વર્ષે એક નોટિસ આપીને આંખ આડા કાન કરે છે. એટલું જ નહીં, આ દુકાનો ખાલી કરાવવાને બદલે અંદરોઅંદર ઠરાવો કરીને ખાનગી કબજેદારોને જ ભાડે આપી નિયમિત (કાયદેસર) કરી દેવાની પેરવી કરી હોવાનું સામે આવ્યું છે!  નાના માણસોની રોજીરોટી છીનવતી અને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી કરોડોની સરકારી જમીન પર બેઠેલા મળતિયાઓને છાવરતી નગરપાલિકાની આ નીતિ સામે નગરમાં ભારે આક્રોશ ફેલાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસની માંગ ઊઠી છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)