Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

​વિકાસના મોટા અને ગુલાબી દાવાઓ વચ્ચે સાવરકુંડલા-વિજયાનગર રોડ જાણે અસ્તિત્વ ગુમાવી ચૂક્યો હોય તેવું લાગે છે. તંત્રની બેદરકારી સામે લોકઆક્રોશ

​વિકાસના મોટા અને ગુલાબી દાવાઓ વચ્ચે સાવરકુંડલા-વિજયાનગર રોડ જાણે અસ્તિત્વ ગુમાવી ચૂક્યો હોય તેવું લાગે છે. તંત્રની બેદરકારી સામે લોકઆક્રોશ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

આજના ડિજિટલ યુગમાં અને ચારેય તરફ થઈ રહેલા વિકાસના મોટા-મોટા અને ગુલાબી ગુલાબી દાવાઓ વચ્ચે સાવરકુંડલાથી વિજયાનગર તરફ જતો રસ્તો વર્તમાન શાસકો અને નેતાઓની પોલ ખોલતો એક મોટો અરીસો બની ગયો છે.

આજના ડિજિટલ યુગમાં અને ચારેય તરફ થઈ રહેલા 'વિકાસ'ના મોટા-મોટા અને ગુલાબી ગુલાબી દાવાઓ વચ્ચે સાવરકુંડલાથી વિજયાનગર તરફ જતો રસ્તો વર્તમાન શાસકો અને નેતાઓની પોલ ખોલતો એક મોટો અરીસો બની ગયો છે. સત્તાના નશામાં મસ્ત તંત્ર અને નેતાઓ વિકાસના ખોટા તાઈફાઓ યોજવામાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે સાવરકુંડલાથી વિજયાનગર જતો રોડ છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનું અસ્તિત્વ જ ગુમાવી ચૂક્યો છે.!!! અહીં રોડ પર ડામર કે માટીનું નામિશાન નથી, માત્ર મોતને આમંત્રણ આપતા ઊંડા ખાડાઓ જ બચ્યા છે!
*​આ પ્રદેશના વિકાસ માટે હરહંમેશ ચિંતિત રહેનારા અને લોકહૈયામાં વસેલા પ્રજાના સાચા સેવક તથા પૂર્વ કૃષિમંત્રી સ્વ. વી.વી. વાઘાસિયા સાહેબના અવસાન બાદ જાણે વિજયાનગર ગામનો નકશામાંથી જ સંપર્ક કાપી નાખવામાં આવ્યો હોય તેવી કમનસીબ સ્થિતિ સર્જાઈ છે.* સાહેબની ગેરહાજરીમાં હવે આ વિસ્તારના પ્રશ્નો સાંભળનાર કે તેને વાચા આપનાર કોઈ જવાબદાર નેતા બચ્યા નથી, પરિણામે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે.
​રોડની આ દુર્દશા જોઈને સ્થાનિક પ્રજા કટાક્ષમાં કહી રહી છે કે, નેતાઓ જે 'બુલેટ ટ્રેન' અને 'સ્માર્ટ રોડ'ના દાવા કરે છે, કદાચ તે વિજયાનગરવાસીઓ માટે નથી! શું નેતાઓ એટલું પણ નથી સમજી શકતા કે ગાડી ચલાવવા માટે વ્યવસ્થિત રોડ હોવો જરૂરી છે, કોઈ ક્રેશ ટેસ્ટિંગ ગ્રાઉન્ડ નહીં? *ચૂંટણીમાં મત માંગવા માટે હાથ જોડીને દોડી આવતા નેતાઓ આજે આ ખરાબ રસ્તા પર એક આંટો મારવાની હિંમત કેમ નથી કરતા? તે એક મોટો સવાલ છે.*
​ગામલોકો દ્વારા અવારનવાર સંબંધિત તંત્ર અને નેતાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં *માત્ર 'કાગળ પરના વચનો અને આશ્વાસનો' સિવાય કશું જ મળ્યું નથી. રોડની આ અત્યંત ખરાબ હાલતને કારણે સગર્ભા મહિલાઓ કે ગંભીર બીમાર દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સમયસર ગામ સુધી પહોંચી શકે તેવી પણ સ્થિતિ રહી નથી.*
​શું પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી સરકાર અને પ્રશાસનની જવાબદારી એટલી પણ નથી કે તેઓ નાગરિકોને ચાલવા માટે એક સામાજિક અને સુરક્ષિત રસ્તો પણ આપી શકે? *વિજયાનગરના આ લાચાર ગ્રામજનો ક્યાં સુધી આ ખાડાટેકરા અને હાડમારીઓ સહન કરતા રહેશે?*​જ્યારે પ્રજાની આ વેદનાની વાત આવે ત્યારે હિન્દી ફિલ્મનું એ પ્રખ્યાત ગીત સાર્થક થાય છે— *"એક યુગ આયે, એક યુગ જાયે, ન કિસ્મત બદલે, ન બદલે નસીબ..."* હવે માત્ર એ જોવાનું બાકી છે કે, બહેરા બની ગયેલા નેતાઓના કાન સુધી આ અવાજ ક્યારે પહોંચે છે અને ક્યારે આ માર્ગનું નસીબ બદલાય છે!
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)