Loading Date... Gold 24K: ₹90,167 | Silver 1kg: ₹106,383 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિરમાં ડૉ. વાસુદેવ સોઢાનો પ્રેરણાદાયી વાર્તાલાપ યોજાયો.

સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિરમાં ડૉ. વાસુદેવ સોઢાનો પ્રેરણાદાયી વાર્તાલાપ યોજાયો.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમરેલીના જાણીતા બાળવાર્તાકાર અને સાહિત્યકાર ડૉ.

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહિલા અધ્યાપન મંદિર ખાતે તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અમરેલીના જાણીતા બાળવાર્તાકાર અને સાહિત્યકાર ડૉ. વાસુદેવ સોઢાનો સાહિત્યિક તેમજ પી.ટી.સી. તાલીમ અંતર્ગત એક વિશેષ પ્રેરણાદાયી વાર્તાલાપ કાર્યક્રમ યોજાઈ ગયો.
​આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ડૉ. વાસુદેવ સોઢાએ તાલીમાર્થી બહેનોને બાળવાર્તા, સાહિત્ય, શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વાર્તાકથનની કળા સમજાવતાં જણાવ્યું હતું કે, વાર્તા દ્વારા બાળકોમાં કલ્પનાશક્તિ, વિચારશક્તિ, ભાષાકૌશલ્ય અને ઉત્તમ સંસ્કારોનું સિંચન ખૂબ સરળતાથી કરી શકાય છે.
​આ ઉપરાંત, તેમણે તાલીમાર્થી બહેનોને વિવિધ માઇન્ડ ગેમ્સ, બૌદ્ધિક કસોટીઓ અને મનોરંજક પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ સહભાગી બનાવીને શિક્ષણને વધુ પ્રભાવશાળી અને રસપ્રદ બનાવવાની વિવિધ રીતો સમજાવી હતી. આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં શિક્ષિકા તરીકેની તેમની કારકિર્દીમાં અત્યંત ઉપયોગી સાબિત થશે.
​સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાહિત્ય સાથે શિક્ષણનું સુંદર સંકલન સાધવાની નવી સમજ કેળવી હતી. ભાવિ શિક્ષિકાઓના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારનો જ્ઞાનવર્ધક કાર્યક્રમ ખૂબ જ પ્રેરણાદાયી અને સફળ રહ્યો હતો.એમ રવિ જોષીએ એક યાદીમાં જણાવાયું હતું
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)