આગામી દિવાળીના તહેવારો લોકો ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવી શકે તેવા શુભ હેતુથી સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. સાવરકુંડલા તાલુકા મામલતદાર શ્રી દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં તથા અમરેલી જિલ્લા ફૂડ ઇન્સ્પેક્ટર સાહેબ તેમજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રતિનિધિઓ શ્રી રમેશભાઈ હીરાણી અને શ્રી બિપીનભાઈ પાંધીની ઉપસ્થિતિમાં આજે બપોરે ૧૨:૩૦ કલાકે મીઠાઈ અને ફરસાણના વેપારીઓ સાથે ખાસ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં આગામી તારીખ ૬ થી ૧૧ દરમિયાન સાવરકુંડલા શહેરના તમામ ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા નાગરિકોને રાહત દરે ગુણવત્તાસભર વાનગીઓ મળી રહે તે માટે સર્વસંમતિથી ખાસ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.
બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો અને ભાવ પત્રક:
દરેક ફરસાણ મીઠાઈના વેપારીએ પોતાની દુકાન પર ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે તેવું ભાવ બોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે.
દરેક ગ્રાહકને સારી અને ઉચ્ચ ક્વોલિટીનું જ ફરસાણ તથા મીઠાઈ મળી રહે તેની ખાસ સૂચના આપવામાં આવી છે. તહેવારો દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં તેમજ તાલુકા/શહેરમાં ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકા ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ચેકિંગ હાથ ધરવા અને દ્રવ્ય-સામગ્રીનું જરૂરી ચેકિંગ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.
નક્કી કરાયેલા રાહત ભાવ:
ફરસાણ: તથા મીઠાઈના
સામાન્ય મીઠાઈ જેમાં
સાટા: રૂ. ૨૪૦ પ્રતિ કિલો
મોહનથાળ: રૂ. ૨૫૦ પ્રતિ કિલો
લાડુ (બુંદી/બેસન): રૂ. ૧૮૦ પ્રતિ કિલો
જલેબી: રૂ. २४૦ પ્રતિ કિલો
સેવ - ગાંઠિયા: રૂ. ૨૨૦ પ્રતિ કિલો (સ્પેશિયલ/મોળા)
સાવરકુંડલાના તમામ ફરસાણ અને મીઠાઈના વેપારીઓએ આ પ્રજાલક્ષી નિર્ણયને સહર્ષ આવકારીને તહેવારોમાં પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.