અમરેલી, તા. ૨૮ ઓક્ટોબર – અમરેલી જિલ્લાના ખેડૂતોને શિયાળુ સીઝન દરમિયાન ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે. ખેતીમાં ઉપયોગમાં લેવાતાં આ ઇનપુટ્સની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ તથા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. ખેડૂતો છેતરપિંડીથી બચી શકે તે માટે લાયસન્સ કે પરવાનો ન ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરિયાઓ કે અન્ય લેભાગુ તત્ત્વો પાસેથી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી ન કરવા ખાસ કાળજી રાખવી જરૂરી છે.
ખેડૂતોએ ખરીદી કરતી વખતે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર સહિતની જરૂરી વિગતો દર્શાવતું પાકું બિલ વેપારીની સહી સાથે અવશ્ય મેળવી લેવું. આ ઉપરાંત, મુદત પૂરી થઈ ગયેલાં બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી ટાળવી અને ખેતીમાં હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
જિલ્લામાં ક્યાંય અનધિકૃત રીતે અથવા ભળતાં નામે અમાન્ય બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો ખેડૂતોએ તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), અમરેલીનો સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
શિયાળુ સીઝનમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા ખેડૂતોને અનુરોધ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો)
AEO Verified
અમરેલી, તા. ૨૮ ઓક્ટોબર – અમરેલી જિલ્લાના ખેડૂતોને શિયાળુ સીઝન દરમિયાન ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખાસ સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે.
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story: