Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ગુજરાતે ભારતની ફાર્માસ્યુટિકલ આત્મનિર્ભરતા સુદ્રઢ કરવા જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે વિશિષ્ટ પ્રોત્સાહક યોજના જાહેર કરી

ગુજરાતે ભારતની ફાર્માસ્યુટિકલ આત્મનિર્ભરતા સુદ્રઢ કરવા જંબુસર બલ્ક ડ્રગ પાર્ક માટે વિશિષ્ટ પ્રોત્સાહક યોજના જાહેર કરી
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સક્રિય માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સક્રિય માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે સ્થપાનારા બલ્ક ડ્રગ પાર્કમાં ઔદ્યોગિક એકમોને સહાય માટે એક વિશિષ્ટ ઇન્સેન્ટિવ યોજના મંજૂર કરી છે. આ ઐતિહાસિક નિર્ણય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં ભારતની આત્મનિર્ભરતા વધારવા અને મહત્વપૂર્ણ Active Pharmaceutical Ingredients (APIs), Key Starting Materials (KSMs) તેમજ Drug Intermediates ની વિદેશી આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત @૨૦૪૭'ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર મોખરાનું સ્થાન મેળવ્યું છે.


ભારત સરકારની બલ્ક ડ્રગ પાર્ક્સને પ્રોત્સાહન આપવાની ફ્લેગશિપ યોજના હેઠળ ભરૂચના જંબુસર ખાતે આશરે ૨,૦૧૫ એકરમાં આ વિશ્વકક્ષાનું પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ઉત્પાદકો માટે કેપિટલ અને ઓપરેટિંગ ખર્ચમાં મોટો ઘટાડો કરવા માટે અહીં ૧૦ થી વધુ અત્યાધુનિક કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) અને CSTP, સ્ટીમ જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, સોલવન્ટ રિકવરી ફેસિલિટીઝ અને TSDF સુવિધા, ડીપ-સી ડિસ્પોઝલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સ અને મજબૂત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ નેટવર્ક જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


આ યોજના હેઠળના મુખ્ય આર્થિક પ્રોત્સાહનોમાં રોકાણકારોને તેમની પ્રોજેક્ટ જરૂરિયાતો અનુસાર વિશિષ્ટ 'બલ્ક ડ્રગ પાર્ક સ્કીમ' અથવા 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ, ૨૦૨૬' હેઠળ લાભ મેળવવાની અનુકૂળતા આપવામાં આવી છે. વિશિષ્ટ બલ્ક ડ્રગ પાર્ક યોજના હેઠળ મુખ્યત્વે એલિજિબલ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ (eFCI) પર ૧૦% કેપિટલ સબસિડી, પાત્રતા ધરાવતા MSME એકમો માટે વિશેષ વ્યાજ સબસિડી, ૧૦ વર્ષ સુધી યુટિલિટી ચાર્જીસમાં રિઇમ્બર્સમેન્ટ, પાવર, સ્ટીમ, પાણી, ગંદા પાણીનો નિકાલ (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ), સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, વેરહાઉસિંગ અને પાર્ક જાળવણી શુલ્કનું વ્યાપક રિઇમ્બર્સમેન્ટ, પાર્કમાં પ્રથમ વખત જમીન ફાળવણી પર સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીનું ૧૦૦% રિઇમ્બર્સમેન્ટ જેવા લાભો મળશે. 


ગુજરાતની સ્થાપિત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, સ્ટ્રેટેજિક દરિયાકાંઠાનું લોકેશન, બેસ્ટ લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી અને પારદર્શક શાસનને કારણે આ યોજનાથી ફાર્મા ક્ષેત્રે જંગી મૂડીરોકાણ આકર્ષાશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે હજારો કુશળ અને અર્ધકુશળ યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે.


રાજ્ય સરકારના આ પગલાથી ફાર્માસ્યુટિકલ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારત અને ગુજરાતનું નેતૃત્વ વધુ મજબૂત થશે અને દેશ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ મક્કમ ગતિએ આગળ વધશે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)