Loading Date... Gold 24K: ₹90,625 | Silver 1kg: ₹106,923 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

ગુજરાતના અન્નદાતા ખેડૂતોના હક અને અધિકાર માટે “કિસાન અધિકાર ધરણા”

ગુજરાતના અન્નદાતા ખેડૂતોના હક અને અધિકાર માટે “કિસાન અધિકાર ધરણા”
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ગુજરાતના અન્નદાતા-ખેડૂતોના હક્ક અને અધિકાર માટે સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ ખાતે યોજાયેલ કિસાન અધિકાર ધરણાંમાં ખેડૂતો, કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કિસાન અધિકાર ધરણાં ગુજરાતના...

ગુજરાતના અન્નદાતા-ખેડૂતોના હક્ક અને અધિકાર માટે સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ ખાતે યોજાયેલ “કિસાન અધિકાર ધરણાં”માં ખેડૂતો, કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “કિસાન અધિકાર ધરણાં” ગુજરાતના ખેડૂતો પર થઈ રહેલા અન્યાય સામે કોંગ્રેસ પક્ષની દૃઢ પ્રતિબદ્ધતા અને સંઘર્ષનો પ્રતીક છે. ગુજરાતના અન્નદાતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. અછત અને દુષ્કાળની સ્થિતિ વચ્ચે જગતના તાત દેવાના બોજ તળે પિસાઈ રહ્યા છે. છતાં સંવેદનહીન ભાજપ સરકાર માત્ર તાયફા અને ખોટી જાહેરાતોમાં વ્યસ્ત છે. જે સરકાર ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરે છે, તે જ સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા, પાક વીમા યોજના ફરી શરૂ કરવા અને જમીન માપણીના છબરડા રદ કરી ખેડૂતોને ન્યાય આપવા તૈયાર નથી. આ અન્યાય સામે સડકથી લઈને સંસદ સુધી કોંગ્રેસ પક્ષની લડાઈ ચાલુ રહેશે.

                “કિસાન અધિકાર ધરણાં” દ્વારા કોંગ્રેસ પક્ષ સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકી છે. ગુજરાતના જે જિલ્લાઓ અને તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી ત્યાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવામાં આવે. ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા નાખવાના કારણે થયેલા નુકસાનનું પૂરતું વળતર ચૂકવવામાં આવે. પાક વીમા યોજના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે. ખેડૂતોની જમીનની ખોટી માપણી રદ કરવામાં આવે. ખેડૂતોનાં સંપૂર્ણ દેવાં માફ કરવામાં આવે. ખેડૂતોના પરસેવાની કિંમત ચૂકવવી જ પડશે. ગુજરાતના ખેડૂતો હવે અન્યાય સહન નહીં કરે. અન્નદાતાના હક અને અધિકાર માટે કોંગ્રેસનો સંઘર્ષ સતત અને અવિરત ચાલુ રહેશે.

                દેશના પ્રધાનમંત્રી મોદી સત્તામાં આવ્યા પહેલા ખેડૂતોને વચન આપ્યું હતું કે, ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થશે. ખેડૂતોની આવક તો બમણી ના થઈ પણ, ખર્ચ બમણો થયો, આવક અડધી થઈ, આ મોટી મોટી જાહેરાતો અંગે પ્રધાનમંત્રીશ્રી ક્યારે જવાબ આપશો ? મારો ખેડૂત “ડંકી ચલાવશે પાણી નહી પણ, તેલ આવશે” આવી વાતો કરનાર ભાજપ સરકાર જવાબ આપે. એક તરફ કુદરતનો સતત માર, બીજી તરફ ભાજપ સરકારની ખેડુત વિરોધી નિતિના લીધે જગતનો તાત લાચાર, બેબસ અને મજબૂર થયો છે. ખેડૂતને દયા નહીં, ન્યાય જોઈએ. આશ્વાસન નહીં, યોગ્ય ભાવ જોઈએ. જાહેરાત નહીં, આર્થિક સુરક્ષા જોઈએ. ખેડૂતનું સન્માન, ખેતીની સમૃદ્ધિ અને ગ્રામ્ય અર્થતંત્રની સુરક્ષા, આ જ સાચા વિકાસની કસોટી છે.

                એકતરફ કુદરતનો માર અને બીજી તરફ સરકારની પોકળ સહાયની વાતો વચ્ચે ખેડૂતોની દયનીય સ્થિતિ સતત થતી જાય છે. સરકારે એસડીઆરએફ (SDRF) ના નિયમો મુજબ હેક્ટર દીઠ માત્ર ૮,૫૦૦ રૂપિયા અને તેમાં પણ માત્ર બે હેક્ટરની મર્યાદા રાખીને સહાય આપવાની વાત કરી છે. વર્તમાન સમયમાં હેક્ટર દીઠ ૮,૫૦૦ રૂપિયા એટલે કે એક ગુંઠાના માત્ર ૮૫ રૂપિયા થાય છે. આજે ખેતી માટે જરૂરી ડીએપી (DAP) ખાતરની એક થેલી ખરીદવા જઈએ તો પણ તેની કિંમત ૨,૦૦૦ રૂપિયા થાય છે. આવી મોંઘવારી અને વિકટ પરિસ્થિતિમાં આટલી નહિવત સહાયથી ખેડૂતોનું કોઈ જ ભલું થવાનું નથી અને ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. સરકાર ફક્ત દુકાળ જાહેર કરીને પોતાની પીઠ થાપપી રહી છે અને ખુશી મનાવી રહી છે, જે અત્યંત દુખદ છે.

કોંગ્રેસ પક્ષની મુખ્ય માગણીઓ રાજ્યભરમાં ચાલી રહેલા "કિસાન અધિકાર ધરણાં" અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવે છે:

૧.      સંપૂર્ણ દુકાળ જાહેરાત: જે જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ થયો નથી અથવા અતિશય અછત છે, તે તમામ વિસ્તારોને તાત્કાલિક દુકાળગ્રસ્ત જાહેર કરો.

૨.      દેવા માફી: આફતમાં ફસાયેલા ખેડૂતોના બેંક અને સહકારી સંસ્થાઓના તમામ દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે.

૩.      વીજ થાંભલાનું વળતર: ખેતરોમાં નાખવામાં આવેલા વીજળીના થાંભલાઓ અને લાઈનોથી થતા નુકસાનનું પૂરતું વળતર આપવામાં આવે.

૪.      પાક વિમા યોજના: પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને રાહત આપવા માટે પાક વિમા યોજનાની પ્રક્રિયા તત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે.

૫.      જમીન માપણી સુધારો: ખેડૂતોને હેરાન કરતી તમામ ખોટી જમીન માપણીઓ રદ કરવામાં આવે.

૬.      વ્યવહારુ સહાય અને ધોરણોમાં વધારો: દુકાળના મેન્યુઅલ અને નોર્મ્સમાં આમૂલ સુધારો કરીને સહાયના ધોરણો વધારવામાં આવે. સાથે જ, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવામાં આવે, રોજગારીના કાર્યો શરૂ થાય અને પીવાના તેમજ પશુપાલન માટે જળાશયોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

                કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે સરકાર માત્ર કાગળ પર નહીં, પરંતુ સાચા અર્થમાં ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરીને તેમને મહત્તમ અને વાજબી આર્થિક સહાય પૂરી પાડે. ભાજપ સરકારની ખેડૂત નીતિઓનું મૂલ્યાંકન જાહેરાતોથી નહીં, પરંતુ ખેડૂતોને મળતા ભાવ, તેમની ચોખ્ખી આવક, ખેતીના ખર્ચ, વળતરની સમયસર ચુકવણી અને ગ્રામ્ય અર્થતંત્રની સ્થિતિ પરથી થવું જોઈએ. ખેડૂતોના આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપે અને સમયમર્યાદા સાથે કાર્યવાહી જાહેર કરે.

                રાજ્યભરમાં ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે ઝોન પ્રમાણે સૌરાષ્ટ્ર ઝોનમાં ત્રિકોણબાગ, રાજકોટ ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’માં શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી લલીતભાઈ કગથરા, શ્રી રૂત્વીક મકવાણા, શ્રી મોહમ્મદ જાવેદ પિરઝાદા, તથા શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, ઉત્તર ઝોનમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’માં ડૉ. તુષાર ચૌધરી, શ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી ગેનીબેન ઠાકોર, શ્રી શૈલેષભાઈ પરમાર, ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી જીગ્નેશભાઈ મેવાણી, ડૉ. પ્રવિણસિંહ વણોલ તથા શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, મધ્ય ઝોનમાં ગાંધીનગર ગૃહ, જ્યુબીલી બાગ પાસે, વડોદરા ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’માં શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ડૉ. અમીબેન યાજ્ઞિક, શ્રી સુખરામભાઈ રાઠવા, શ્રી નિલેશભાઈ પટેલ, શ્રી પલકબેન વર્મા તથા શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, દક્ષિણ ઝોનમાં મુદિત પેલેસ, ઈન્ડિયા ગેટ, બારડોલી ખાતે ‘કિસાન અધિકાર ધરણાં’માં શ્રી અનંતભાઈ પટેલ, શ્રી કદીરભાઈ પીરઝાદા, શ્રી આનંદભાઈ ચૌધરી, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી પુનાજી ગામીત તથા શહેર-જીલ્લા પ્રમુખશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને સરકારની ખેડૂત વિરોધી નિતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ખેડૂત-ખેતી અને ગામડા બચાવવા માટે કોંગ્રેસ પક્ષનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

 

(ડૉ. મનિષ એમ. દોશી)

મીડીયા કન્વીનર અને પ્રવક્તા

મો. ૯૪૨૬૦૦૧૫૯૯

--------------------------------------------------------

છેલ્લા ૧૨ વર્ષમાં મોદી સરકારે ટેક્સ લગાવીને ૧ હેક્ટર (૧ હેક્ટર = ૨.૫ એકર) પર દર વર્ષે રૂ. ૭૧,૫૦૦ની વસૂલી કરી છે (દર વર્ષે - દર એકર = રૂ. ૨૪,૦૦૦)

 

ડીઝલ

             વર્ષ ૨૦૧૪ = રૂ. ૫૬ પ્રતિ લિટર

             વર્ષ ૨૦૨૬ = રૂ. ૮૯.૨૯ પ્રતિ લિટર

             પ્રતિ લિટર વધારો = રૂ. ૩૩ પ્રતિ લિટર

             વર્ષમાં દર એકર ડીઝલનો વપરાશ = ૨૫૦ લિટર પ્રતિ એકર

             દર એકર - દર વર્ષ વધારો = ૨૫૦ × રૂ. ૩૩ = રૂ. ૮,૨૫૦

             દર હેક્ટર (૨.૫ એકર) - દર વર્ષ વધારો = ૬૨૫ × રૂ. ૩૩ = રૂ. ૨૦,૬૨૫

DAP ખાતર

             વર્ષ ૨૦૧૪ = રૂ. ૧,૧૫૦ પ્રતિ બેગ

             વર્ષ ૨૦૨૬ = રૂ. ૧,૩૫૦ પ્રતિ બેગ

             દર એકર - દર વર્ષ યુરિયાનો વપરાશ = ૨ બેગ (મૂળ લખાણમાં આ રીતે છે)

             દર હેક્ટર (૨.૫ એકર) - દર વર્ષ વધારો = ૫ × રૂ. ૨૦૦ = રૂ. ૧,૦૦૦

યુરિયા ખાતર

             યુરિયા ખાતરની કિંમત = રૂ. ૨૬૬.૫૦ પ્રતિ બેગ (૪૫ કિલો)

             વર્ષ ૨૦૧૪થી ૨૦૨૬ વચ્ચે કિંમત એ જ રહી, પણ યુરિયા બેગનું વજન ૫૦ કિલોથી ઘટાડીને ૪૫ કિલો કરી દેવામાં આવ્યું, એટલે રૂ. ૫.૩૩ પ્રતિ બેગ વધારાની કિંમત થઈ.

             દર એકર - દર વર્ષ યુરિયાનો વપરાશ = ૮ બેગ

             દર હેક્ટર (૨.૫ એકર) દર વર્ષ યુરિયાનો વપરાશ = ૨૦ બેગ

             દર હેક્ટર - દર વર્ષ કિંમતમાં વધારો = ૨૦ × રૂ. ૫.૩૩ = રૂ. ૧૦૭

જંતુનાશક

             વર્ષ ૨૦૧૪થી ૨૦૨૬ વચ્ચે જંતુનાશક દવાઓની કિંમતમાં દર એકર વધારો = રૂ. ૮,૦૦૦

             દર હેક્ટર (૨.૫ એકર) - દર વર્ષ વધારો = રૂ. ૮,૦૦૦ × ૨.૫ = રૂ. ૨૦,૦૦૦

બીજ

             વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે દર એકર - દર વર્ષ બીજની કિંમતમાં વધારો = રૂ. ૨,૦૦૦

             ૧ હેક્ટર = ૨.૫ એકર

             દર હેક્ટર - દર વર્ષ વધારો = રૂ. ૨,૦૦૦ × ૨.૫ = રૂ. ૫,૦૦૦

ટ્રેક્ટર ભાડું

             વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે દર એકર - દર વર્ષ ટ્રેક્ટરની કિંમતમાં વધારો = રૂ. ૫,૦૦૦

             ૧ હેક્ટર = ૨.૫ એકર

             દર હેક્ટર - દર વર્ષ વધારો = રૂ. ૫,૦૦૦ × ૨.૫ = રૂ. ૧૨,૫૦૦

ખેતીના અન્ય ખર્ચ વધ્યા

             ખેતીના અન્ય ખર્ચ = રૂ. ૪,૫૦૦ પ્રતિ એકર

             ૧ હેક્ટર = ૨.૫ એકર

             દર હેક્ટર - દર વર્ષ વધારો = રૂ. ૪,૫૦૦ × ૨.૫ = રૂ. ૧૧,૨૫૦

 

                એક તરફ મોદી સરકાર વર્ષમાં ખેડૂતને ૧ હેક્ટર (૨.૫ એકર) પર રૂ. ૬,૦૦૦ પ્રતિ વર્ષ આપવાનું ચાલ રચીને વાહવાહી લૂંટે છે, તો બીજી તરફ ખેડૂતના ખિસ્સામાંથી દર વર્ષે દર હેક્ટર રૂ. ૭૧,૫૦૦ ટેક્સ લગાવીને મોદી સરકાર વસૂલી રહી છે.

                ભાજપ સરકારને અમે કહીએ છીએ કે ડીઝલ, જંતુનાશક દવા, ખાતર, બીજ, વીજળી, ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનોની કિંમત જૂના ભાવ પર કરી દો, તો રૂ. ૬,૦૦૦ની જરૂર રહેશે નહીં અને ખેડૂતને ઉલટું રૂ. ૬૫,૫૦૦ પ્રતિ વર્ષની બચત શરૂ થઈ જશે.

 

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભયંકર દુષ્કાળની સંકટ, વળતરના નામે ફૂટી કૌડી નહીં, વડાપ્રધાન અને ભાજપ જવાબ આપે

- સૌરાષ્ટ્ર દુષ્કાળની ચપેટમાં છે. ઉત્તર ગુજરાતની આ જ સ્થિતિ છે. મધ્ય ગુજરાતનો ત્રણ ચતુર્થાંશ ભાગ પણ દુષ્કાળગ્રસ્ત છે. પરંતુ ન તો ભાજપની ગુજરાત સરકાર અને ન તો કેન્દ્રની મોદી સરકાર કોઈ રાહત આપી રહી છે.

- જો વડાપ્રધાન જરા પણ ગંભીર હોય તો આ ત્રણેય વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે.

- ખેડૂતની દેવામાફીની જાહેરાત કરે અને નવા ઋણની વ્યવસ્થા કરે.

- પ્રધાનમંત્રી વીમા યોજના ગુજરાતમાં લાગુ નથી અને મુખ્યમંત્રી કૃષિ વીમા યોજનાનો કોઈ લાભ નથી.

- અમારી માંગ છે કે વિશેષ ગિરદાવરી કરાવી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં દર એકર ખેડૂતને રૂ. ૫૦,૦૦૦નું વળતર મળે.

 

વીજળીના થાંભલાની મારથી ખેડૂત પરેશાન, જમીન થઈ નાશ અને વળતરના નામે ફૂટી કૌડી

- ગુજરાતમાં ૧૦૦ ગીગાવોટથી વધુની નવી સૌર વીજળી પ્રોજેક્ટ્સ આવી રહી છે. આમાં વીજળી લઈ જવા માટે ખેડૂતના ખેતરોમાં મોટા-મોટા ટ્રાન્સમિશન ટાવર અને વીજળીની લાઈનો નીકળી રહી છે. 

  આનું એક ઉદાહરણ છે ૭૬૫kV ખાવડા-હળવદ અદાણી ટ્રાન્સમિશન લાઈન અને ૮૦૦kV પાવર ગ્રિડ પ્રોજેક્ટ.

- ખેડૂત સાથે ક્રૂર મજાક કરતા ટ્રાન્સમિશન પાવર નીચે આવતી ૭૨૯ વર્ગમીટર જમીનનું ૨૦૦% વળતર મળે છે અને ટ્રાન્સમિશન વીજળી લાઈનો નીચે આવતી જમીનનું માત્ર ૩૦%. સત્ય એ છે કે જે જમીનમાં ટ્રાન્સમિશન પાવર લાગે છે, ત્યાં ન તો સારી ખેતી થઈ શકે અને ન તો કોઈ અન્ય કામ. જમીનની કિંમત દર એકર રૂ. ૨૦ લાખથી રૂ. ૩૦ લાખ ઘટી જાય છે. 

  તો ખેડૂત શું કરે?

- અમારી સીધી માંગ છે કે જો સૌર ઊર્જા ઉત્પાદન કરતી કંપની હજારો કરોડનો નફો કમાતી હોય, તો ખેડૂતને પણ ટાવર નીચે આવતી જમીનના વળતર ઉપરાંત રૂ. ૫૦,૦૦૦ પ્રતિ એકર પ્રતિ વર્ષનું ચુકવણું કંપની દ્વારા ૨૫ વર્ષ માટે કરવામાં આવવું જોઈએ. ગુજરાત સરકાર તેની ગેરંટી લે.

- અમારી માંગ છે કે વડાપ્રધાન આની જાહેરાત કરે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)