વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ભાવનગરના મોતીબાગ સ્થિત ઓપન એર
થિયેટર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને
પી.એમ. કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બનાસકાંઠાના ડીસા-
ભીલડી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, ભારત કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતો દેશની
અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમલી પ્રધાનમંત્રી
કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોના
બેંક ખાતામાં સીધી જમા થતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં મદદરૂપ થવાની સાથે તેમને આર્થિક સુરક્ષા
પણ પૂરી પાડે છે. આ સહાય સરકારની અન્નદાતાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શહેર અને ગામડાનો
વિકાસ એકબીજાના પૂરક હોવાનું જણાવી તેમણે ખેડૂતોના યોગદાનને બિરદાવ્યું હતું તથા ખેડૂત પરિવારોની
સુખાકારી અને સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન મદદનીશ ખેતી નિયામક શ્રી મહમદ રિઝવાને ડુંગળી, ચણા સહિતના પાકોના વાવેતર
અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
શોર્ટ ફિલ્મના માધ્યમથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી
હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા અંતર્ગત વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત
પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુ અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧
કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાવનગર જિલ્લાના ૨,૧૦,૪૨૭
ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. ૪૨.૦૮૫૪ કરોડની સહાય જમા કરવામાં આવી છે.
તાલુકાવાર લાભાર્થી ખેડૂતોની વિગતો
ભાવનગર તાલુકાના ૨૦,૩૪૮ ખેડૂતોના ખાતામાં રૂ. ૪.૦૬૯૬ કરોડ, ગારિયાધાર તાલુકાના ૧૬,૩૫૩
ખેડૂતોના ખાતામાં રૂ. ૩.૨૭૦૬ કરોડ, ઘોઘા તાલુકાના ૧૩,૫૨૨ ખેડૂતોના ખાતામાં રૂ. ૨.૭૦૪૪ કરોડ,
જેસર તાલુકાના ૧૧,૮૨૦ ખેડૂતોના ખાતામાં રૂ. ૨.૩૬૪ કરોડ, મહુવા તાલુકાના ૩૯,૩૧૮ ખેડૂતોના
ખાતામાં રૂ. ૭.૮૬૩૬ કરોડ, પાલીતાણા તાલુકાના ૨૦,૭૫૭ ખેડૂતોના ખાતામાં રૂ. ૪.૧૫૧૪ કરોડ, શિહોર
તાલુકાના ૧૯,૩૯૧ ખેડૂતોના ખાતામાં રૂ. ૩.૮૭૮૨ કરોડ, તળાજા તાલુકાના ૩૮,૭૮૨ ખેડૂતોના ખાતામાં રૂ.
૭.૭૫૬૪ કરોડ, ઉમરાળા તાલુકાના ૧૨,૩૦૮ ખેડૂતોના ખાતામાં રૂ. ૨.૪૬૧૬ કરોડ અને વલ્લભીપુર
તાલુકાના ૧૭,૮૨૮ ખેડૂતોના ખાતામાં રૂ. ૩.૫૬૫૬ કરોડની સહાય જમા થઈ છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયરશ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી
કિશનભાઈ મહેતા, પ્રભારી સચિવશ્રી આલોકકુમાર પાંડે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી હનુલ ચૌધરી,
નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડી.પી. જાદવ,
મદદનીશ ખેતી નિયામક શ્રી સી.કે.સાખટ, નાયબ બાગાયત નિયામક શ્રી એમ.બી. વાઘમશી, નાયબ ખેતી
નિયામક શ્રી એસ.બી.વાઘમશી,આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી જે.એન. પરમાર, જિલ્લાના અગ્રણીઓ શ્રી
કુમારભાઈ શાહ અને શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં
ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.