અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ૩૧મી ઓક્ટોબરના રોજ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર પોલીસ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ‘રન
ફોર યુનિટી’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ
ગ્રહણ કરીને કર્યો હતો.
એ.વી. ગ્રાઉન્ડથી પ્રારંભ થયેલી આ દોડ હલુરિયા, હાઇકોર્ટ રોડ, ઘોઘા ગેટ અને મુખ્ય બજાર થઈ ખારગેટ ખાતે પૂર્ણ
થઈ હતી. આ દોડમાં પોલીસકર્મીઓ, જી.આર.ડી.ના જવાનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના
પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાઘવા, ધારાસભ્ય
શ્રીમતી સેજલબેન રાજીવભાઈ પંડ્યા, અગ્રણીઓ કુમારભાઈ શાહ અને રાજીવભાઈ પંડ્યા તથા પોલીસ અધિક્ષક ડૉ.
નિતેશ પાંડેય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતુ.