સાવરકુંડલા,સાવરકુંડલા શહેરમાં ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને ગરબાની
ભવ્યતાને ઉજાગર કરવાના હેતુથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન
હેઠળ નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા ‘પીળા પતંગિયા શરદોત્સવ’નું ભવ્ય આયોજન
કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ
વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ
કસવાળા, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા તથા અમરેલી જિલ્લા ભાજપ
પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શરદોત્સવને યાદગાર બનાવવા માટે આયોજકો દ્વારા આધુનિક ટેકનોલોજી, આકર્ષક
સજાવટ, ભવ્ય સ્ટેજ અને વિશેષ સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં
આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ, નગરજનો અને ગરબાપ્રેમીઓ
જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.
‘પીળા પતંગિયા શરદોત્સવ’માં ભવ્ય સ્ટેજ,૫૦૦ ફૂટની LED સ્ક્રીન, અને લાઈવ DJ
આધુનિક થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ બન્યાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આકર્ષક દૃશ્યાવલિ
અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ગરબા સ્થળને વિશેષ રીતે સજાવવામાં
આવ્યું હતું.
આ ઉપરાંત, સાવરકુંડલામાં પ્રથમવાર ડ્યુઅલ ટોપ અને ડ્યુઅલ બેઝ લાઇનર
ધરાવતી થ્રી-વે સાઉન્ડ સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમ
અને લાઇટિંગની વ્યવસ્થાએ ગરબાના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સંગીતના તાલે
ગરબા રમતા ખેલૈયાઓએ ઉત્સવનો આનંદ માણ્યો હતો.
નવરાત્રિ એ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું પ્રતીક છે. ગરબો માત્ર નૃત્ય
નથી, પરંતુ માતાજીની આરાધના સાથે જોડાયેલી ગુજરાતની આગવી સાંસ્કૃતિક
ઓળખ છે. આ પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને ગુજરાતી સંસ્કૃતિ સાથે
જોડવાના હેતુથી નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા રમતા ખેલૈયાઓને તેમના પ્રદર્શનના
આધારે ઇનામો આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પહેલ દ્વારા
ગુજરાતી પરંપરાગત પોશાક, લોકસંસ્કૃતિ અને ગરબાની કલાને પ્રોત્સાહન
આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આજના આધુનિક યુગમાં પણ આપણી પરંપરા અને સંસ્કૃતિનું ગૌરવ જળવાઈ રહે
તથા યુવાનો પરંપરાગત પોશાક સાથે ગરબાની કળાને આગળ વધારે તેવા ઉમદા
હેતુથી આ શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓને પોતાની કળા
રજૂ કરવાની તક મળવાની સાથે સામૂહિક ઉત્સવની ભાવનાને પણ પ્રોત્સાહન મળ્યું
હતું.
ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ નાવલી યુથ ફાઉન્ડેશન દ્વારા
યોજાયેલા આ શરદોત્સવમાં આધુનિક સુવિધાઓ અને પરંપરાગત ગરબાનો
સમન્વય જોવા મળ્યો હતો. આવા સાંસ્કૃતિક આયોજનો દ્વારા યુવાનોમાં પરંપરા પ્રત્યે
ગૌરવ, સંગઠનભાવના અને ગુજરાતી લોકસંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધે તે દિશામાં
પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલા એ જણાવ્યુ હતુ કે ગુજરાતની સંસ્કૃતિ અને
પરંપરાને જીવંત રાખવામાં નવરાત્રિ અને ગરબાનું વિશેષ મહત્વ છે. આવા
આયોજનો નવી પેઢીને આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરા સાથે જોડવાનું ઉમદા
કાર્ય કરે છે.
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે બીમાર ગાયોની સારવાર જેવા સેવાકાર્યના લાભાર્થે
તેનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવની સાથે ગૌસેવા અને જીવદયાની ભાવનાને
જોડવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.
નાવલી યુથ ફાઉન્ડેશનના તમામ આયોજકોને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન
પાઠવું છું અને ગૌસેવા તથા સમાજસેવાના આ ઉમદા કાર્યને સતત આગળ વધારવા
શુભકામનાઓ આપું છું.
‘પીળા પતંગિયા શરદોત્સવ’ સાવરકુંડલાના ગરબાપ્રેમીઓ અને નગરજનો માટે
સાંસ્કૃતિક ઉત્સાહ અને સામૂહિક આનંદનો અવસર બન્યો હતો.
આ પ્રસંગે અમરેલી જિલ્લા જાહેર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ
પાનસુરિયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, સાવરકુંડલા
તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરિયા, લીલીયા તાલુકા ભાજપના શ્રી
આનંદભાઈ ધાનાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નયનાબેન કાપડિયા
તથા સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી દક્ષાબેન મહીડા સહિતના
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો,
નગરપાલિકાના સભ્યો, અમરેલી જિલ્લા તેમજ સાવરકુંડલા વિધાનસભા
મતવિસ્તારના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો, ખેલૈયાઓ અને મોટી સંખ્યામાં નગરજનો
કાર્યક્રમમાં જોડાયા હતા.