Loading Date... Gold 24K: ₹90,837 | Silver 1kg: ₹107,173 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે "મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના" હેઠળ ખેત ઓજારો અને સાધનોની ખરીદીની પૂર્વ મંજૂરી પ્રક્રિયા શરૂ

અમરેલી જિલ્લાના ખેડૂતો માટે "મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના" હેઠળ ખેત ઓજારો અને સાધનોની ખરીદીની પૂર્વ મંજૂરી પ્રક્રિયા શરૂ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે સહાય મળી રહે તે હેતુથી પૂર્વમંજૂરી આપવાની કામગીરી હાલ ચાલુ છે.

અમરેલી જિલ્લાના ખેડૂતોને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે સહાય મળી રહે તે હેતુથી પૂર્વમંજૂરી આપવાની કામગીરી હાલ ચાલુ છે. આ યોજના અંતર્ગત એ.જી.આર.-૨ (સામાન્ય ખેડૂતો) અને એ.જી.આર.-૪ (અનુસૂચિત જાતિના ખેડૂતો) હેઠળ પાત્ર ખેડૂતોને પૂર્વમંજૂરી અંગેની જાણ મોબાઈલ પર એસ.એમ.એસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગ્રામસેવકશ્રીઓ (ખેતી) દ્વારા પણ ખેડૂતોને પૂર્વમંજૂરી વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે ખેડૂતોને ખાસ જણાવવામાં આવે છે કે, જે ખેડૂતોને ખેત ઓજારો કે સાધનોની ખરીદી માટે પૂર્વમંજૂરી મળી છે, તેમણે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર દર્શાવવામાં આવેલા માન્ય મોડેલ પૈકીના મોડેલની જ ખરીદી કરવાની રહેશે. પૂર્વમંજૂરી મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ સંબંધિત સાધનનાં જરૂરી દસ્તાવેજો આઈ-ખેડૂત પોર્ટલ પર અપલોડ કરી દરખાસ્ત તાલુકા કક્ષાએ મોકલી આપવાની રહેશે.

આ યોજનાના અમલીકરણ અંતર્ગત વધુ માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે અમરેલી જિલ્લાના ખેડૂતોને સંબંધિત તાલુકાની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરી ગ્રામસેવકશ્રી (ખેતી) અથવા વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવવા અનુરોધ કરવામાં આવે છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)