ગુજરાત

જામનગર પંથકમાં નકલી દારુની મીની ફેક્ટરીનો ન્ઝ્રમ્ દ્વારા પર્દાફાશ, ૩ લોકોની ધરપકડ

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધિત હોવા છતાં પણ બુટલેગરો દારુનો વેપાર કરતા હોય છે ત્યારે જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર ન્ઝ્રમ્એ દરોડો પાડ્યો હતો જેમાં નકલી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો.
નકલી વિદેશી દારુ બનાવતા ૩ શખ્સો ઝડપાયા હતા. આ ૩ આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હતા. તેઓ કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવીને નકલી દારુ બનાવતા હોવાની માહિતી સામે આવી હતી જેમાં મોટી માત્રામાં સ્પિરિટ અને ૫૯ બોટલ નકલી દારુ જપ્ત કરવામાં આવ્યું હતું.
ન્ઝ્રમ્ પોલીસ દ્વારા આરોપી ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને તેમને કેટલો દારુ બનાવ્યો અને વેચ્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts