અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં એન.એસ.એસ. વિભાગ દ્વારા વન-ડે કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંલગ્ન શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન. એસ. એસ. (NSS) વિભાગ દ્વારા તારીખ ૦૪/૦૮/૨૦૨૬ ના રોજ એક દિવસીય (વન-ડે) કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

​આ સમગ્ર કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી. એલ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી નયનાબેન કાપડિયા, નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડીયા તથા શ્રી સંજયભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

​કાર્યક્રમ દરમિયાન સમૂહ સફાઈ, વૃક્ષારોપણ તથા સમાજમાં સ્વચ્છતા અભિયાનનું મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓએ ભારે ઉત્સાહ સાથે કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાં સમૂહ સફાઈ કરી હતી, જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ પરિવાર પણ જોડાયો હતો.

​આ કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંકલન ડો. પ્રતિમા શુક્લ તથા ડો. કે. પી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સર્વાંગ સુંદર અને સફળ બનાવવા માટે કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોનો પૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.

Related Posts