દામનગર પાંચ તલાવડા થી નાના રાજકોટ નવા ડામર રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને રજૂઆત કરાય લીલીયા તાલુકા ના પાંચ તલાવડા થી નાના રાજકોટ માત્ર બે કિ.મી ના અંતરે કાચો જાહેર રાજમાર્ગ આવેલો હોય તે જો ગુજરાત સરકાર દ્વારા નોનપ્લાન્ટ માં સમાવેશ કરી નવો જોબ નંબર ફાળવવામાં આવે તો બીજા તાલુકાને જોડતો ડામર રોડ મળે અને ગારીયાધાર જવા માટે અંતર પણ ઘટે અને અંતરિયાળ ગામડાની એક સારી એવી માર્ગની સુવિધા ઉભી થાય તેવા શુભ હેતુથી શાખપુર સરપંચ શ્રી જસુભાઈ ખુમાણ દ્વારા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને એક પત્ર પાઠવીને પાંચ તલાવડા છે નાના રાજકોટ નો નવો ડામર રોડ બનાવવા જોબ નંબર ફાળવવા રજૂઆત કરી છે ઘણા રેવન્યુ રસ્તા પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવેશ કરાયો છે જે અતિ ગૌરવ ની વાત છે ત્યારે આ કાચા માર્ગ ને નોનપ્લાન્ટ માં લઈ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવાય તો આ પંથક ના અનેક ગ્રામ્ય માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે તેમ જાગૃત સરપંચ જસુભાઈ ખુમાણે પત્ર પાઠવી ધારાસભ્ય કસવાલા સમક્ષ માંગ કરી છે
પાંચ તલાવડા થી નાના રાજકોટ નવા ડામર રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ને રજૂઆત કરાય















Recent Comments