શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા અમરેલી
જિલ્લાના પેરોલ/ફર્લો જમ્પ થયેલ કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના
આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો
ટીમને કલ્પેશ કનુભાઇ ગલસાણીયા બાબતે સચોટ માહિતી મળતા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ
મારફતે તપાસ તજવીજ કરી મજકુર કેદીને તા.૦૭/૦૫/૨૦૨૬ ના રોજ સુરત ખાતેથી પકડી તપાસ પુછપરછ
કરી આગળની ઘટતી કાર્યવાહી કરી બાકીની સજા ભોગવવા માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે સોંપી
આપેલ છે.
વિગતઃ- આ કામના કેદીને સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે.ગુ.૨.નં. ૧૪૯૯/૨૦૨૨ IPC
ક.૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬(૨)(જે) (એન),૩૭૬(૩) પોક્સો ક. ૪,૬ વિ. મુજબના ગુન્હામાં આજીવન કેદની સજા
થયેલ જે કામે આરોપી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને
નામ. ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના ક્રીમી.અપીલ નં.૧૪૨/૨૦૨૫ તા.૧૫/૧૦/૨૦૨૫ અન્વયે દિન-૧૦
સુધી વચગાળાના જામીન રજા પર મુક્ત થયેલ અને મજકુરને તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ જેલ ખાતે હાજર
થવાનુ હોય પરંતુ હાજર ન થઇ મજકુર કેદી તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ ફરાર થયેલ જે કામે કેદી આજદિન
સુધી ફરાર હતો.
પકડાયેલ ફરાર કેદી:- કલ્પેશ ઉર્ફે ધવલ ઉર્ફે આર્યન ઉર્ફે લાલો કનુભાઇ ગલસાણીયા ઉ.વ.૩૦
રહે.સુરત હીરાબાગ સર્કલ, ગીતગોવિંદ,રામનગર હીરા કારખાને
જિ.સુરત
મુળ રહે.પુજાપાદર તા.લીલીયા મોટા જિ.અમરેલી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન
હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. કે.જે.બેરા તથા અના.હેઙકોન્સ.
પી.બી.સોંધરવા, જી.એમ.નગવાડીયા એ રીતેના જોડાયેલ હતા.
















Recent Comments