ભાવનગર

રેલવેની આઈઆરસીટીસી કંપનીએ વિદેશમાં ગુમ થયેલો મોબાઈલ પરત અપાવ્યો

ભારતીય રેલવે એક અલગ કંપની ધરાવે છે જેનું નામ છે irctc .આ કંપની રેલવ કેટરિંગ અને રેલવેના પ્રવાસોનું સુંદર આયોજન કરે છે. આ રેલવે પ્રવાસોમાં તેની સાથે જોડાતા કોઈપણ પ્રવાસીને નાની મોટી કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેતી હોય છે. 

    વાત એમ છે કે થોડાં સમય પહેલાં આઈઆરસીટીસી કંપની દ્વારા રેલવે ભારત દર્શન અને શ્રીલંકા પ્રવાસનું આયોજન થયેલું .તે આયોજનનો  વિષય હતો રામયાત્રા. જે પૂજ્ય મોરારીબાપુના પાવન સંકલ્પ અને તેના આશીર્વાદથી યોજાઈ હતી. આ યાત્રા દરમિયાન અનેક યાત્રીઓ ચિત્રકૂટથી શરૂ કરીને વાયા લંકા થઈને અયોધ્યા સુધી ભગવાન રામ જ્યાં ગયા એ પદ ચિન્હો સુધી જવાનો મનોરથ કર્યો હતો. પૂજ્ય મોરારિબાપુએ દરેક સ્થાનોને રામજીની ગાથા ગાય સંભળાવી હતી. આ રામયાત્રાના એક પ્રવાસી તરીકે રાજકોટના ડો.મનોજ જોશી પણ સામેલ હતા કે જેઓ એક સમયે ગુજરાતી વિભાગના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિભાગીય વડા હતા. શ્રીલંકામાં ગયેલી આ યાત્રામાં ડો. મનોજ જોશી પોતાનો મોબાઈલ એરપોર્ટ પહોંચતા હોટલ અને એરપોર્ટ સુધીની ટ્રાન્સફર બસમાં ભૂલી જાય છે. 

        કોલંબો એરપોર્ટથી ફ્લાઇટ ડિપાર્ચર થવાનો સમય થઈ ગયો હોવાથી તે મોબાઇલ શોધવા માટેની નો સમય ન હતો. મનોજભાઈની સાથે મુસાફરી કરી રહેલા શ્રી તખુભાઈ સાંડસુરને તેમણે આ વાત જણાવી હતી.બંને મિત્રોએ મળીને આઈઆરસીટીસીના ગ્રુપ જનરલ મેનેજર સુશ્રી પ્રોમિલા ગુપ્તાને અયોધ્યામાં આ વાત કહી સંભળાવી હતી. તેમણે તેમના મદદનીશ હિમાંશુ ભટ્ટને આ મોબાઈલ શોધી કાઢવા માટે જવાબદારી સોંપી હતી.  આ કંપનીએ કોઈ પણ વધારાનો ખર્ચ કર્યા વગર છેક કોલંબોથી ડો. જોશીને આ મોબાઈલ પરત અપાવ્યો હતો.

              આઈઆરસીટીસીની આવી અનન્ય સેવા માટે તેમને ધન્યવાદ આપીએ એટલા ઓછા !

Related Posts