અમરેલી

’’ તેરા તુજકો અર્પણ ’’ કાર્યક્રમ અંર્તગત રાજુલા પોલીસ સ્ટેશનના અરજદારનો મોબાઇલ રૂ.૨૦,૦૦૦/- નો પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં બનતા મિલ્કત
સંબધીત ગુમના બનાવમાં ત્વરીતપણે પગલાં લઇ ગુમ થયેલ મિસ્કત શોધી મુળ માલીકને પરત કરવાં તથા ’’ તેરા તુજકો અર્પણ ’’ કાર્યક્રમ સાર્થક કરવાં
સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ તથા રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના
ગોરડીયા સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી માલીકને પરત કરવાં તથા ’’ તેરા તુજકો અર્પણ ’’ કાર્યક્રમની
અમલવારી કરવાં સુચના આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કામે અરજદારશ્રી મનજીભાઇ
ગોવિંદભાઇ ચૌહાણ રહે.ડેડાણ તા.ખાંભા વાળાએ જાણ કરેલ કે, તેમના દિકરાનો વીવો કંપનીનો VIVO-Y29 મોબાઇલ કયાંક પડી
ગયેલ છે અને શોધતા મળી આવેલ નથી અને હાલ મોબાઇલ ફોન ચાલુ છે તેવું જણાવતા હોય જેથી પોલીસ ઇન્સપેકટર
શ્રી વી.એમ.કોલાદરા સાહેબે રાજુલા ટાઉન બીટ ઇન્ચાર્જ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તેઓને આ બાબતે
મોબાઇલ ફોનની તપાસ કરવાં સુચના આપેલ હોય જે અન્વયે ટાઉન બીટ ઇન્ચાર્જ તથા સ્ટાફે ટેકનીકલ સોર્સ આધારે
તપાસ કરતાં અરજદારશ્રીનો VIVO-Y29 મોબાઇલ ફોન રાજુલા ટાઉન વિસ્તારમાંથી મળી આવેલ હોય જેથી અરજદારને
પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી મોબાઇલ ફોનની ખરાઇ કરી, મોબાઇલ ફોન મુળ માલીકને પરત કરી ’’ તેરા તુજકો અર્પણ
’’ કાર્યક્રમ સાર્થક કરેલ છે.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
ટાઉન બીટ હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ
લાભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts