અમરેલી

છેલ્લા આઠ મહીનાથી લુંટ અને ધાડ ગુનામાં નાસતા ફરતા અને લાલશાહીથી દર્શાવેલા આરોપીઓને શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા અને લાલ શાહીના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય

જેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓ દ્વારા ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ જેના લાલ શાહીના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ. રાજુલાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ,

રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ તથા હિંડોરણા બીટને ખાસ સુચન આપેલ અને લાંબા સમયથી નાસતા ફરતા અને લાલશાહીના આરોપીઓની તપાસ કરી અને શોધી કાઢવા સુચન કરેલ

જે અન્વયે રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૫૦૮૦૦/૨૦૨૫ B.N.S ક.૩૧૦(૨), ૧૧૫(૨), ૬૧(૨) મુજબનો ગુન્હો કરેલ હોય અને જેમા કુલ છ આરોપીઓ હોય જેમાના ત્રણ આરોપીઓ અગાઉ પકડાઇ ગયેલ હોય અને બાદ તેમના નિવેદનમા બાકીના ત્રણ આરોપીઓના નામ ખુલવા પામેલ હોય અને જે ત્રણેય આરોપીઓને પોતાની ધરપકડ ટાળવા સારૂ છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા હોય અને જે ત્રણેય આરોપીઓને ચાર્જશીટમાં લાલ શાહીથી દર્શાવેલા હોય તો જે ત્રણેય આરોપીઓને રાજુલા પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમ તથા હિંડોરણા બીટ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ

→નાસતા-ફરતા આરોપીની વિગત

(૧) લાલજીભાઇ સામતભાઇ જોળીયા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવિંગ રહે.ભટવદર ગામ, વડલા વાળી શેરી તા.જાફરાબાદ

(૨) અજયભાઇ જાદવભાઇ સાંખટ ઉ.વ.૨૦ ધંધો.ખેતી રહે.નાગેશ્રી, પહેલી પાટી શેરી તા.જાફરાબાદ જી.અમરેલી

(૩) રામુભાઇ જાદવભાઇ સાંખટ ઉ.વ.૨૧ ધંધો-ખેતી રહેનાગેશ્રી, પહેલી પાટી શેરી તા.જાફરાબાદ જી.અમરેલી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તથા પો.સબ.ઇન્સ. એસ.બી.જાની સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ મધુભાઇ નથુભાઇ તથા હે.કોન્સ હરેશભાઈ ભાયાભાઇ તથા હેડ.કોન્સ મનુભાઇ રામભાઈ તથા હેડ.કોન્સ સુરેશભાઈ ઠાકરશીભાઇ તથા હિંડોરણા બીટ ઇન્ચાર્જ હે.કોન્સ ગોવિંદભાઇ જસાભાઇ તથા પો.કોન્સ. ભવદિપસિંહ હઠુભા તથા પો.કોન્સ. મહેશભાઇ લાભુભાઇ દ્વારા કરવામાં આવેલ છે

Related Posts