અમરેલી

આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સ્થાપના દીને અનેક વિધ સેવા પ્રવૃત્તિ દ્વારા ઉજવણી

અમરેલી આજ તારીખ 21/6/2026 ને રવિવારે રાત્રે અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી દ્વારા સ્થાપના દિવસ ની ઉજવણી ના આયોજન સ્વરૂપે સા.ચોકડી બાય પાસ પર આવેલ કાળભૈરવ દાદા , મહાકાળીમાં ,અને હનુમાનજી મંદિરે આજે મહાઆરતી અને નગરપાલિકા ના સાફસફાઈ ગાડી માં કચરો ભરી ને અમરેલી ને  સ્વચ્છ રાખનાર કર્મચારી દ્વારા ભગવાન રામ ની અને હનુમાનજી ની આરતી  તમામ લોકો દ્વારા મહાઆરતી કરી ને હનુમાન ચાલીસા કરી ને બધાને ભોજન પ્રસાદ કરાવેલ .ઉપરોક્ત કાર્યક્રમ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપના દિવસ ના આયોજન માં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉ. જી જે ગજેરા સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ , સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી , જિલ્લા અધ્યક્ષ જિલ્લુભાઈ વાળા ,કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશભાઈ ક્યાડા, શહેર મંત્રી પ્રદીપભાઈ ઠાકર , મજબૂતાઇ બસિયા, હિતેષભાઇ ચોટલીયા, મહેશભાઈ ચોટલિયા , મહેશભાઈ સોલંકી ,રસિકભાઈ અને શહેર ટીમ હાજર રહી કાર્યક્રમ કરેલ .

Related Posts