ભાવનગર

ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે ૨૯ મેના રોજ ભરતીમેળો યોજાશે

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૯ મે, ૨૦૨૬ના રોજ શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં SSC, HSC, Graduate, ITI તથા B.Com જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે
મશીન ઓપરેટર, ફાઇનાન્સ મેનેજર, સાઇટ સુપરવાઇઝર, એજન્ટ, ટેક્નિકલ મેનેજર સહિતની વિવિધ જગ્યાઓ માટે
ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રોજગાર મેળવવા ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યુ માટે
પોતાના રિઝ્યુમની ૫ નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઉમેદવારોને નોકરીદાતાઓ, ઉપલબ્ધ ખાલી જગ્યાઓ તેમજ જરૂરી લાયકાત અંગેની વધુ માહિતી મેળવવા
જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ “EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)”ની મુલાકાત લેવી,
તેમ ભાવનગર જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts