ચોમાસા દરિયાન અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત હસ્તના રસ્તાઓને સતત કાર્યરત રાખવા માટે ૧૮ ટીમો સજ્જ છે. અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેરશ્રી સ્મિત ચૌધરીના માર્ગદર્શન અને મોનીટરીંગમાં બંધ રસ્તાઓના મરામત કરી તેને મોટરેબલ કરવામાં આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારે વરસાદના કારણે નુકશાન પામેલા તમામ ૯૭ માર્ગોને પૂર્વવત કરવામાં આવ્યા છે.
શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાલુ ચોમાસા હાલ પાછલા કેટલાક દિવસોમાં ૩૮ માર્ગો બંધ થયા હતા તે પૈકીના ૩૫ રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે. બંધ ૦૩ રસ્તા પૈકી ૦૨ પર પાણીનું ઓવરટોપીંગ હોવાના લીધે બંધ છે જ્યારે ૦૧ રસ્તામાં નદીમાં પાણીનું વહેણ શરૂ હોવાના લીધે ડાયવર્ઝનને નુકશાન થવાના લીધે બંધ કરવામાં આવ્યો છે. હાલ બંધ પૈકીના તમામ ૩૫ માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
બંધ રસ્તા પૈકી ડાયવર્ઝનના કારણે જે રોડ બંધ છે તેમાં ઇજારાદારશ્રી દ્વારા સ્કુલ બસની સુવિધા ચોમાસા દરમિયાન કરવામાં આવનાર છે. આ રસ્તો બાબરીયાધાર-અમૂલી-અખેગઢનો માર્ગ છે. આ માર્ગના વિદ્યાર્થીઓને જ્યાં અગવડ પડે છે ત્યાં સ્કૂલ બસની વ્યવસ્થા કરવામાં આવશે.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતની ૧૮ ટીમો ફિલ્ડમાં સર્વે અને આવનાર મુશ્કેલી સામે લડવા મશીનરી-મટીરીયલ સાથે સજ્જ છે.

















Recent Comments