અમરેલી

અમરેલીમાં ૫૦, ગોંડલમાં ૬૦ અને ચોરવાડમાં ૩૦ પશુબલી અટકાવતું વિજ્ઞાન જાથા  

ત્રણ દિવસમાં માનાતાના નામે ૧૪૦ બોકળાના જીવ બચાવતું વિજ્ઞાન જાથા.

પશુબલી કરનાર જ્ઞાતિ સમાજના જાગૃતોએ માહિતી આપતા પર્દાફાશ.

અમરેલીમાં રાત્રે બે વાગ્યે, ગોંડલમાં રાત્રે ૧૨ વાગ્યે મોડે સુધી કરી કાર્યવાહી.

જ્ઞાતિ સમાજના આગેવાન-ભુવાએ પશુબલી બંધની જાહેરાત કરી.

માનતાના નામે પશુ-પક્ષીની બલી કાનુની અપરાધ… વિજ્ઞાન જાથા

અમદાવાદ : દેશભરમાં પશુ-પક્ષીની બલી અટકાવવાનું અભિયાન ભારત જન વિજ્ઞાન

જાથાની રાજય-રાષ્ટ્રીય કચેરી અંતર્ગત ચાલી રહ્યું છે તેના ભાગરૂપે અમરેલી, ગોંડલ, ચોરવાડમાં સામુહિક પશુબલી અટકાવવામાં સ્થાનિક પોલીસ તંત્ર મદદરૂપ થવાથી જાથાને ૧૪૦ બોકળાના જીવ બચાવવામાં સફળતા મળી હતી. જ્ઞાતિ સમાજના આગેવાન-ભુવાએ પશુબલી બંધની લેખીત કબુલાત આપી બંધની જાહેરાત કરી હતી. જાથા અને પોલીસ તંત્રે રાત્રિના ૧૨ કલાકથી સવાર સુધીમાં નિર્દોષ પશુઓના જીવ બચાવી વ્યવસ્થા કરી હતી.

બનાવની વિગત પ્રમાણે અમરેલી, ગોંડલ, ચોરવાડ એક જ જ્ઞાતિ સમાજના જાગૃતોએ જાથાના કાર્યાલયે માહિતી આપી હતી. તેમાં દર વર્ષે પરંપરા-માન્યતા અને માનતાના નામે સામુહિક પશુબલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભુવા મંડળી તેના સમર્થકો પશુબલીમાં શ્રદ્ધા ધરાવે છે જયારે યુવાવર્ગ આ માન્યતામાં ફેરફાર ઈચ્છી પશુબલી બંધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યું છે તેથી જ્ઞાતિના સમાજ સુધારકે અમરેલીમાં ૫૦ બોકળાથી વધુ જયારે ગોંડલમાં ૬૦ બોકળાથી વધુ અને ચોરવાડમાં ૩૦ બોકળાની માનતા હોય મધ્ય રાત્રિ બાદ પશુબલી થવાની છે તેવી માહિતી આધાર-પુરાવા સાથે ગુગલ મેપ આપી જાથા અકાટવે તેવી વાત મુકી હતી. અમારી જ્ઞાતિ માંસાહારને પ્રાધાન્ય આપે છે. અમરેલીમાં એક હજાર, ગોંડલમાં બે હજાર, ચોરવાડમાં સાતસોથી આઠસો માતાજીના શ્રદ્ધાળુઓની હાજરી હોય તે સંબંધી પુરાવા સરનામા આપ્યા હતા. માનતાના બોકળાની પ્રસાદ માંડવાની બહાર લઈ જવાતા નથી તેથી શ્રદ્ધાળુઓના ભોજન સાથે આપવામાં આવે છે. બોકળા તેને કાપવાના સાધનોનો વિડીયો આપી તૈયારીનો ઉલ્લેખ કર્યો હતો. અમો ચુનારા જ્ઞાતિના હોય દર વર્ષે આયોજન કરી પશુબલીમાં માતાજીને બોકળાના ડોકા-માથા ધરવામાં આવે છે. બોકળાની ધ્રુજારીની સંમતિ પછી કાપવામાં આવે છે.

ચુનારા જ્ઞાતિના જાગૃતે નામ ન આપવાની વાત મુકી જણાવ્યું કે વિજ્ઞાન જાથા આવશે તેવા ડરથી જુદી જુદી જગ્યાએ બોકળા બાંધવામાં આવ્યા છે. સૌ પ્રથમ એક બોકળાને માતાજીની સન્મુખ રાખી બાકીના બોકળાના કાનની કિનારી કાપી ધરાવવામાં આવશે. જ્ઞાતિના ભુવા દાણાપાડી માતાજીની મંજુરી લેવાના છે. બોકળાની વિધિ શરૂ થાય તે પહેલા જાથા આવી જાય તો પશુબલી અટકે તેમ છે તેવી વાત મુકી હતી. પશુબલી સ્થળ આસપાસ રસ્તામાં માનતાવાળાના સદસ્યો ઉભા રહી દેખરેખ રાખે છે તેના નામો આપવામાં આવ્યા હતા. ત્રણેય માનતાની જગ્યાએ બિનઅધિકૃત રીતે એકસો બોકળાની બલી સંબંધી વાત કરી જીવ બચાવવા મદદ માંગી હતી. માહિતી આપનારે મંડપમાં બોકળા બાંધ્યા છે તેનો વિડિયો-ફોટોગ્રાફી આપી હતી. સૌ પ્રથમ એક બોકળાનો વધ કરી તેનો પ્રસાદ ભોજનમાં ભેળવી દેવામાં આવશે. પ્રસાદ લેવા મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. ૫૦ થી ૬૦ બોકળાની કાનની બુટ કાતરથી કાપી લોહીવાળી માતાજીને ધરવામાં આવશે તે માતાજી પ્રસન્ન થાય તો ભુવાના શરીરમાં ધ્રુજારી આવે છે બાદ બોકળાને અબીલ-ગુલાલ-કંકુથી નવડાવી તેને ધ્રુજારીનો પરચો માતાજી આપશે તેવી હકિકત કહી હતી. સ્થળ ઉપર જાથા આવી જાય તો હાજર સૌ એ સુવાનો ઢોંગ કરવો તેવું નક્કી કરવામાં આવ્યું છે. પોલીસ સ્ટાફ ઓછો હોય તો લાઈટો બંધ કરી હુમલો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજ સધારકો કોઈપણ ભોગે પશુબલી અટકાવવા જાથા પાસે મદદની માંગ કરી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓને, જિલ્લા પોલીસ વડા, આઈ.જી.પી. ને પત્ર પાઠવ્યો હતો અને અમરેલી પો. ઈન્સ. એમ. એચ. ઝાલા, ગોંડલ ‘એ’ ડિવીઝનના જે. આર. ઝાલા, ‘બી’ ડિવીઝનના જે. પી. રાવ, ચોરવાડના જી. આઈ. રાઠોડને પત્ર સાથે મોબાઈલ ઉપર વાત કરવામાં આવી હતી. જેથી અમરેલીમાં પોલીસ સ્ટાફની ફાળવણીમાં પી.એસ.આઈ. એન. બી. ભટ્ટ, એ.એસ.આઈ. થવદભાઈ ચૌહાણ, એ.એસ.આઈ. જયસુખભાઈ, હેડ કોન્સ્ટે. પરવેજભાઈ સૈયદ, હેડ કોન્સ્ટે. અમાનભાઈ કાજી, પો. કોન્સ્ટે. રવિભાઈ વાળા, મહિલા પોલીસ કર્મીઓ અને ગોંડલમાં હેડ કોન્સ્ટે. સિધ્ધરાજસિંહ સહિત ‘એ’ અને ‘બી’ ડિવીઝનમાંથી પોલીસની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, શૈલેષભાઈ ગોબરભાઈ શેખ, રવિ પરબતાણી, અંકલેશ ગોહિલ, ભાનુબેન શેઠીયા, ભકિતબેન રાજગોર પશુબલી અટકાવવા રવાના થયા.

અમરેલીમાં ચુનારા ડેલામાં માંડવો, માતાજીનું સ્થાનક હતું ત્યાં પોલીસ, જાથા ત્રાટકયું, ગમે તે કારણોસર આયોજકોને વિજ્ઞાન જાથાની ખબર પડી જતાં બોકળા કાપવાના સાધનો રફેદફે કરી નાખ્યા. માંસાહારના તપેલા હતા તેમાં અમારું રોજીંદું ખાવાનું હોય રાખ્યું છે તેવી દલીલ કરવામાં આવી ત્યાંથી આગેવાન-ભુવા મગનભાઈ મણીભાઈ બાંભણીયા અમરેલી અને મહેશભાઈ દાનાભાઈ ડોડીયા ખીરસરા જેતપુરને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. બંનેએ કબુલાતનામામાં પશુબલીની કબુલાત આપી કાયમી બંધની જાહેરાત કરી દીધી. આશરે ૫૦ થી વધુ બોકળાની વ્યવસ્થા મગનભાઈએ કરી હતી. પશુબલીની ઘટના બની ન હોય પોલીસે પુછપરછ કરી હતી. હાજર બોકળા જીવિતની સલામતી રાખવામાં આવી હતી. ગોંડલ નદી કાંઠે નવું મેલડી માતાજીનું મંદિર બનાવ્યું હોય મોટો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં

Related Posts