તળાજાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 100 % પરિણામ લાવીને ઇતિહાસ રચ્યો છે. કર્મયોગ વિદ્યાસંકુલ સતત 6 વર્ષથી 100 % લાવતી ગ્રામ્ય વિસ્તારની એક માત્ર શાળા પુરવાર થઈ છે.
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં કર્મયોગ શાળાએ એક અનોખી સિદ્ધિ હાંસલ કરી પોતાની સફળતાના શિખરમાં વધારો કર્યો છે. શાળાના વિધાર્થીઓએ સાયન્સ , કોમર્સ અને આર્ટસ વિભાગમાં 100 % પરિણામ પ્રાપ્ત કર્યું છે.
સામાન્ય પ્રવાહમાં આર્ટસમાં વિભાગમાં નિધિબેન દશરથસિંહ ચારડીયા (99.49 PR ), અક્ષરાબેન રણજિતસિંહ ભંડારી (99.27 PR ) તથા રુદ્રાબેન અગરશંગભાઈ પરમાર (98.60 PR) તેમજ કોમર્સ વિભાગમાં ઋત્વિક નારણભાઇ ચાવડા ( 98.33 PR ) , અક્ષત પ્રકાશગીરી ગૌસ્વામી (97.96 PR ) અને રૂકસાના રૂસ્તમભાઇ મુંગલ (97.88 PR ) પ્રાપ્ત કર્યા છે. સાયન્સ પ્રવાહમાં ધાર્મિક નારીગરા ( 93.57 PR) , રાહુલ દિહોરા ( 85.00 PR ) અને બંસીબા ગોહિલ ( 84.62 PR ) , કેવલ જોષી ( 84.62 PR) પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
શાળાએ મેળવેલ આ અનોખી સિદ્ધિથી સમગ્ર શાળા પરિવારમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના વાલીઓમાં પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા હતા. વાલીગણ તરફથી રૂબરૂ અથવા ફોન દ્વારા શુભેચ્છાઓનો દોર લાંબા સમય સુધી ચાલ્યો હતો.



















Recent Comments