ભાવનગર

ભાવનગર શિશુવિહાર માં 87 વર્ષથી યોજાતા ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન

ભાવનગર શાળાઓની રજાઓ દરમિયાન વિદ્યાર્થી ઓમાં સર્જનાત્મક શક્તિ વિકસાવવાના હેતુથી શિશુવિહાર સંસ્થા દ્વારા છેલ્લા 87 વર્ષથી યોજાતા ગ્રીષ્મ તાલીમ વર્ગનું સમાપન તારીખ 6યે થયું. નિરમા લિમિટેડના ડીજીએમ શ્રી મેહુલભાઈ દેસાઈ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના ડિરેક્ટર શ્રી ગીરીશભાઈ તેમજ શિક્ષણવિધ ડોક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં 11 શિક્ષકો અને 28 વિદ્યાર્થીઓનું અભિવાદન થવા સાથે સ્વાસ્થ્ય વૃદ્ધત્વ કાર્યક્રમના 4 ઉત્તમ સર્જકોનું પણ અભિવાદન થયું. વડીલોએ સંકલ્પ પત્રનું પઠન કરેલ.. શિશુવિહાર સંસ્થાના પ્રમુખ શ્રીરાજેન્દ્રભાઈના 87માં જન્મ દિવસની ઉજવણી સાથે સહ ભોજનનો આનંદ લઇ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માં ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું…. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી યોજાયેલ કાર્યક્રમનું સંકલન ડોક્ટર અભિલાષાબેન સોનપાલ એ કર્યું હતું.

Related Posts