અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે. ના ખૂનના ગુનાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમા ગંભીર ગુનાઓ કરી નાસતા ફરતા તથા ફરાર આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી
સીટી પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ખૂનના ગંભીર ગુનાના ફરાર આરોપીને પકડી પાડવા અમરેલી
એલ.સી.બી. ટીમને સુચના આપેલ હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા તથા
એલ.સી.બી. ટીમ દ્રારા ખુનનો ગંભીર ગુનો કરનાર આરોપીને બાતમી હકિકત તેમજ
ટેકનીકલ સોર્સ આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી, આગળની કાર્યવાહી થવા અમરેલી
સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
 પકડેલ આરોપીની વિગતઃ-
મયુર મુકેશભાઇ વણોદીયા, ઉ.વ.૧૯, રહે.અમરેલી, સિવીલ હોસ્પીટલ સામે, ઝુંપડામાં,
તા.જિ.અમરેલી.
 ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૩/૦૬/૨૦૨૬ નાં રાત્રીના કલાક ૧૦/૧૯ પહેલા કોઇ પણ
સમયે નંદાબેન વા/ઓ. રમેશભાઇ વણોદીયા, રહે.અમરેલી, સિવીલ હોસ્પીટલ સામે,
ઝુંપડામાં તા.જિ.અમરેલી વાળા તેમના રહેણાંક ઝુંપડાની બહાર રોડ ઉપર બેઠા હતા તે
દરમિયાન તેનો પૌત્ર(આરોપી) મયુર મુકેશભાઇ વણોદીયા હાથમાં ખૂલ્લી છરી લઇ આવી,
નંદાબેન સાથે બોલાચાલી કરી, ગાળો આપી ઝઘડો કરતો હતો આ દરમિયાન તેના
સગાભાઇ મનોજ મુકેશભાઇ વણોદીયા નાઓ વચ્ચે પડતા, આરોપી મયુરએ મનોજને જતા
રહેવાનું કહી, તેની સાથે બોલાચાલી કરી, છરી બતાવી મુકેશને જાનથી મારી નાખવાની
ધમકી આપતા મુકેશ આરોપી મયુરને પકડી સમજાવતો હતો આ વખતે આરોપી મયુરએ
તેના હાથમાં રહેલ છરી વડે મુકેશને મારી નાખવાને ઇરાદે તેના છાતી પર ડાબી બાજુ
છરીનો મરણતોલ એક ઘા કરી મોત નિપજાવી ગુનો કરેલ હોય, આ અંગે નંદાબેન વા/ઓ.
રમેશભાઇ વણોદીયા રહે.અમરેલી વાળાએ આરોપી વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા અમરેલી

સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૬૦૫૮૧/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની
કલમ ૧૦૩(૧), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો
તા.૨૪/૦૬/૨૦૨૬ નાં રાત્રીના કલાક ૦૨/૦૦ વાગ્યે રજી. થયેલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, કિશનભાઇ આસોદરીયા,
સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ મુંધવા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts