બોલિવૂડ

સુપરસ્ટારના ઘરની લડાઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી

પિતા-પુત્રએ એકબીજા વિરુદ્ધ હ્લૈંઇ નોંધાવી સાઉથના સુપરસ્ટાર મંચુ મોહન બાબુના ઘરમાં ચાલી રહેલા આંતરિક મતભેદો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. મામલો એટલો વધી ગયો કે બંને પિતા-પુત્રને પોલીસ સ્ટેશન જવું પડ્યું અને બંનેએ એકબીજા સામે ફરિયાદ નોંધાવી. ગયા સોમવારે મંચુ મનોજે પહારી શરીફ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ તેના પર હુમલો કર્યો હતો અને તે અને તેની પત્નીના જીવનું જાેખમ હતું. મનોજની ફરિયાદના આધારે પોલીસે ૧૦ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જાે કે, મંચુ મનોજના પિતા મોહન બાબુએ પણ રાચકોંડા કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મંચુથી તેમના જીવને ખતરો છે. પોલીસે મનોજ અને તેની પત્ની સામે જીવને જાેખમ હોવા અંગે ગુનો નોંધ્યો છે. મંચુ પરિવાર વચ્ચે ચાલી રહેલો આ વિવાદ હાલ ચર્ચામાં છે.

મંચુ મનોજે ઠ પર મોહન બાબુની ફરિયાદ પર પ્રતિક્રિયા આપી. તેણે લખ્યું, “મારી અને મારી પત્ની પરના આરોપો સંપૂર્ણપણે મનઘડત છે. હું સમાજમાં મુક્તપણે રહું છું અને સમાજમાં મારું સન્માન છે. હું આર્થિક મદદ અને મિલકત માટે મારા પરિવાર પર ર્નિભર ન હતો. મારા પિતાએ કરેલી ફરિયાદમાં કોઈ સત્ય નથી. મારી સાત મહિનાની દીકરીને આ વિવાદમાં ખેંચી લેવું એ ખૂબ જ અમાનવીય છે. આવી બાબતોમાં પોતાના બાળકોને સામેલ ન કરવા જાેઈએ. મારા પર લગાવવામાં આવેલા આરોપો સાચા નથી અને હું અધિકારીઓને આના પુરાવા આપવા તૈયાર છું.” મંચુ મનોજે આગળ લખ્યું, “હું હંમેશા સત્ય, ન્યાય અને પારિવારિક એકતા માટે ઉભો રહીશ. મારા બાળપણમાં મારા પિતાની દ્રષ્ટિએ મને પ્રેરણા આપી હતી અને તેઓ મારા માર્ગદર્શક પ્રકાશ બની રહ્યા છે. અહીં માત્ર વારસા અને મિલકતની વાત નથી, સત્ય અને ન્યાયની વાત છે. હું માનું છું કે અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરશે અને આશા છે કે ન્યાય મળશે. હું હંમેશા ન્યાય માટે લડવા તૈયાર છું. રિપોર્ટ્‌સનું માનીએ તો મંચુ મનોજ અને તેના પિતા મોહન બાબુ વચ્ચે પ્રોપર્ટીને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે. એવા અહેવાલો છે કે મોહન બાબુએ તેમના પુત્રને મિલકતમાંથી કાઢી મૂક્યો છે, તેથી જ આ બધું થઈ રહ્યું છે.

Related Posts