નાના એ ડગલે આંગણે
ખુશીઓ અપાર છે,
ભૂલકાંના હાથમાં આજે સફળતાનો સાર છે.
ગ્રેજ્યુએશનના પોશાકે શોભે છે આ કુમળી કળીઓ,
ગુરુકુળના સંસ્કારોનો આ તો મંગળ પ્રારંભનો આસાર છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અને શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે અંગ્રેજી માધ્યમની પ્રિ-પ્રાયમરી શાળાના નાના ભૂલકાઓ માટે તેમના જીવનનો પ્રથમ ‘ગ્રેજ્યુએશન ડે’ (પદવીદાન સમારંભ) ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ગુરુકુળ અંગ્રેજી માધ્યમ કેજી (KG) ના સિનિયર વિદ્યાર્થીઓ જ્યારે ગ્રેજ્યુએશન યુનિફોર્મમાં પદવી લેવા મંચ પર આવ્યા ત્યારે વાતાવરણ મંત્રમુગ્ધ બની ગયું હતું. જીવનના પ્રથમ શૈક્ષણિક સોપાનની પૂર્ણાહુતિ રૂપે બાળકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શહેરની જાણીતી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પ્રકાશભાઈ કટારિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુરુકુળની શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે લેવાતા આવા નવા સોપાનો ખરેખર આનંદદાયક છે. સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવતા આશીર્વાદ આપ્યા હતા કે, આ ભૂલકાઓ પ્રિ-ગ્રેજ્યુએશનથી શરૂ કરીને ઉચ્ચ ગ્રેજ્યુએટ સુધીની સફર સફળતાપૂર્વક ખેડે.
કાર્યક્રમનું સફળ આયોજન
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ વૈશાલી મેડમ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગિરિશભાઈ વ્યાસ, દીપેશભાઈ પંડ્યા, હરેશભાઈ મહેતા, કમલેશભાઈ ચુડાસમા, કૌશિકભાઈ ગોસ્વામી અને ગૌરાંગભાઈ મહેતા હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન નેહા મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું.

















Recent Comments