અમરેલી

સાવરકુંડલા શહેરના માલધારી ચોક વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની જનસભા યોજાઈ

સાવરકુંડલા શહેરના માલધારી ચોક વિસ્તારમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબના મુખ્ય ઉપસ્થિતિમાં જંગી જાહેર સભાનું
આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, કાર્યકરો અને આગેવાનો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા
હતા.
આ સભાને સંબોધિત કરતાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિગતવાર
માહિતી આપી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભારે બહુમતીથી વિજયી
બનાવવા અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શ્રીમતી કાજલબેન ભાવીકભાઈ મકવાણા, શ્રીમતી નગ્માબેન જાખરા
અને શ્રી દિનેશભાઈ રાઠોડના સમર્થનમાં જનતાને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ સભામાં ઉપસ્થિત લોકોએ પણ ભારે ઉત્સાહ દર્શાવી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Related Posts