fbpx
અમરેલી

પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા તેમના કાર્યકાળમાં કરવામાં આવેલ અથાગ પ્રયાસોના મીઠા ફળ કેન્દ્રીય વિદ્યાલય સ્વરૂપે અમરેલીના લોકો/બાળકો ચાખશે.

અમરેલીના પૂર્વ સાંસદ અને ૧૦૮ તરીકેની નામના ધરાવતા નેતા શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા તેમના સાંસદ તરીકેના કાર્યકાળમાં કરવામાં આવેલ અથાગ પ્રયાસોના ફળ સ્વરૂપે ભારત સરકારના કેબિનેટે કુલ ૮૫ કેન્દ્રીય વિદ્યાલયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લાનો પણ સમાવેશ થયેલ છે. જે બાબતે PIB New Delhi દ્વારા ગત તા. ૦૬-૧૨-૨૦૨૪ ના રોજ પ્રેસ રિલીઝ કરી જાહેરાત કરવામાં આવી છે.આ અંગે પૂર્વ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ દેશભરમાં નાગરિક સંરક્ષણ ક્ષેત્ર હેઠળ 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવા અને હાલના 01 કેન્દ્રીય વિદ્યાલય એટલે કે KV શિવમોગ્ગા જી. શિવમોગ્ગા કર્ણાટકના વિસ્તરણને મંજૂરી આપી છે.

ભારત સરકાર તરફથી 85 નવા KVની સ્થાપના અને 01 હાલની નજીકના KV ના વિસ્તરણ માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 5872.08 કરોડ સાથે વર્ષ: 2025-26 થી આઠ વર્ષના સમયગાળા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.પૂર્વ સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે આજની તારીખે દેશમાં 1253 અને વિદેશમાં 03 કેન્દ્રીય વિદ્યાલય કાર્યરત છે. જેમાં અંદાજિત 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રોજેક્ટ થી જે તે વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ લગત ફાયદો તો થશે જ, સાથોસાથ રોજગારીની તકો પણ ઉભી થશે.ઉપરાંત ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતગર્ત લગભગ તમામ કેન્દ્રીય વિદ્યાલયોને PMશ્રી શાળાઓ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જે NEP 2020 ના અમલીકરણને દર્શાવે છે અને અન્ય લોકો માટે અનુકરણીય શાળાઓ તરીકે કામ કરે છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ, નવીન શિક્ષણ, શાસ્ત્ર અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે કેન્દ્રીય વિદ્યાલયએ સૌથી વધુ માંગવાળી શાળાઓ તરીકે પ્રસ્થાપિત થઈ છે. તેમજ દર વર્ષે કેન્દ્રીય વિધાયલયમાં ધોરણ ૦૧ માં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને CBSE દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાઓમાં કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓનું પ્રદર્શન તમામ શૈક્ષણિક પ્રણાલીઓમાં સતત શ્રેષ્ઠ રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાળકોને પણ આવનારા દિવસોમાં કેન્દ્રીય વિદ્યાલયનો લાભ મળતો થઈ જશે.અમરેલી જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય માટે ફંડ મંજૂર કરવા બદલ પૂર્વ સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને કેબિનેટ ટીમનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts