દામનગર ની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા શ્રી કાનજીભાઈ ભાલાળા
તા.૦૨/૦૮/૨૬ના રોજ સુરત ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય, દામનગર ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – સુરતના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.
મુલાકાત દરમિયાન તેમણે છાત્રાલયની દીકરીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. દીકરીઓ દ્વારા રોજ કરવામાં આવતા શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠની પ્રશંસા કરી હતી તેમજ સંસ્કાર, શિસ્ત, શિક્ષણ અને જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજની દીકરીઓ આવનારા સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે અને યોગ્ય શિક્ષણ તથા સારા સંસ્કારો દ્વારા તેઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારી શકે છે.
આ પ્રસંગે શ્રી કાનજીભાઈ ભાલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ જે દીકરીઓને સુરત ખાતે કોલેજનો અભ્યાસ કરવો હશે, તેમના માટે જમનાબા ભવન ખાતે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – સુરતના સહયોગથી કરવામાં આવશે. તેમની આ જાહેરાતથી દીકરીઓમાં અને ઉપસ્થિત સૌમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.શ્રી કાનજીભાઈ ભાલાળાએ છાત્રાલયની વ્યવસ્થા, સ્વચ્છતા, શૈક્ષણિક વાતાવરણ અને દીકરીઓમાં કેળવાતા મૂલ્યોની સરાહના કરી હતી તથા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને અભિનંદન પાઠવ્યા હતા.અંતમાં છાત્રાલય પરિવાર દ્વારા શ્રી કાનજીભાઈ ભાલાળાનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમની મુલાકાત દીકરીઓ માટે પ્રેરણાદાયી અને ભવિષ્ય માટે નવી આશા જગાવનારી સાબિત થઈ હતી.

















Recent Comments