અમરેલી

દામનગર પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયમાં શ્રીમતિ સમજુબેન માંગુકિયા પરિજન દ્વારા દીકરો ઓને મહાપ્રસાદ

દામનગર સ્થિત પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સેવાભાવી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રીમતી સમજુબેન પ્રેમજીભાઈ માંગુકિયા (ગામ –પરવડી)ના શુભ આશીર્વાદથી તેમના સુપુત્ર રત્ન શ્રી ભરતભાઈ માંગુકિયા (સુરત) દ્વારા પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની દીકરીઓ માટે પ્રેમભાવથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓએ પ્રસન્નતાપૂર્વક ભોજન પ્રસાદ ગ્રહણ કરી દાતાશ્રી પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આ સેવાભાવી કાર્ય બદલ પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય પરિવાર દ્વારા શ્રીમતી સમજુબેન પ્રેમજીભાઈ માંગુકિયા તથા શ્રી ભરતભાઈ માંગુકિયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારનો સેવાભાવ સતત સમાજ અને દીકરીઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts