ખાખરીયા ગામે રંભા બા વિશાળ સરોવર પૂર્ણતા ના આરે પાલીતાણા તાલુકા ના ખાખરીયા “જલ હૈ તો કલ હૈ” ના ઉન્નત અભિયાન ને વ્યાપક સમર્થન વિચારો થી ઉન્નત ગામ ખાખરીયા નો વિવેકવાદ આમ તો દરેક ધર્મ ના શાસ્ત્ર પુરાણો માં જળ વ્યવસ્થા ને મંદિર બાંધવા સમાંતર ગણાવી છે આવું જળ મંદિર નિર્માણ કાર્ય આકાર લઈ રહ્યું છે પાલીતાણા તાલુકા ના આદર્શ ગામ ખાખરીયા ગામમાં વાત્સલ્ય મૂર્તિ રંભા બા સરોવરની કામગીરી ૭૦ % જેટલી પુરી થવા આરે છૅ અદભુત સરોવર બનશે દરેક જીવાત્મા નું કલ્યાણ કરતું કલ્યાણ કારી કાર્ય સમસ્ત ખાખરીયા ગામના દરેક પરિવાર નાના મોટા સૌ કોઈ આ કાર્યમાં જોડાઈને ખૂબ સાથ સહકાર સહયૉગ આપ્યો છે તન મન અને ધન અર્પણ કરી આ ધરતી માતાને ઋણ ચૂકવવાનો એક પર્યાસ કર્યો છે આ કાર્ય હજારો વર્ષ સુધી યાદગાર રહે એવું આ સરૉવર બનાવવામાં આવ્યું છે કુલ ૬૫ વીઘા જેટલી જગ્યા માં વિશાળ સરોવર બનાવી આ ખાખરીયા ગામ ને હરિયાળુ બનાવવા માટે તેમજ ખેડૂત આર્થિક ઉન્નતિ તરફ ખૂબ ઉપીયોગી બનશે રંભા બા સરોવર થી ૫૦૦૦ હજાર વીઘા જમીન નવ સાધ્ય બનશે પાણી ના તળ ઉચા આવશૅ આ સરોવરના માધ્યમથી આ કાર્ય સંપ સહકાર અને સહયોગથી સંપન્ન થયું છે જ્યારે ગામની એકતા હોય ત્યારે કોઈ પણ ગામના વિકાસ ના કામ મા ૧૦૦ % સફળતા મળે છે એકતામાં અખૂટ શક્તિ હોય છે માટે દરેક પરિવારને સાથે જોડીને કાર્ય કરવું જોઈએ મારૂ ગામ મારૂ વતન મારા જન્મભૂમિ ના ઉમદા વિચારો માદરે વતન નું ઋણ ચૂકવવા ઉદાર દિલ દાતા રત્નો ગ્રામજનો નાનું મોટું યથા શક્તિ યોગદાન આપી આદર્શ ગામ ને આત્મનિર્ભર બનાવવા વૃક્ષો વાવો જળ બચાવો નો અનોખો સંદેશ આપ્યો છે.ગ્રામ વિકાસ નો વિવેકવાદ પ્રેણાત્મક છે પાણી પહેલા પાળ બાંધવા ની કહેવત છે વરસાદ પહેલા વિશાળ જળ મંદિર નિર્માણ ને લઈ સમગ્ર પંથક માં ઉત્સાહ છવાયો છે
ગ્રામ વિકાસ નો વિવેકવાદ ખાખરીયા ગામે રંભા બા વિશાળ સરોવર પૂર્ણતા ના આરે જળ સંશાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર – મનસુખ કાસોદરિયા


















Recent Comments