પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત
રાજય, ગાંધીનગર નાઓ દ્રારા તા.૧૨/૦૬/૨૦૨૬ થી તા.૨૧/૦૬/૨૦૨૬ સુધી
ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સારૂ ‘‘ઓપરેશન મિલાપ’’
ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ
નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુમ/ અપહરણ થયેલ
બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી
સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુમ/અપહરણ થયેલ
બાળકો/વ્યકિતઓને ‘‘ઓપરેશન મિલાપ’’ અન્વયે શોધી કાઢી, ગુનામાં સંડોવાયેલ
આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા વડીયા પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૬૦૨૬૦૧૪૬/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૮૭ તથા
પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુનામાં અપહરણ થયેલ ૧૫ વર્ષીય સગીરાને શોધી
કાઢી, સંડોવાયેલ આરોપીને પકડી પાડી, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી
થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ –
રોનકભાઇ મુકેશભાઇ મકવાણા, ઉ.વ.૨૧, રહે.કોલડા, તા.વડીયા, જિ.અમરેલી.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર
તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.
‘‘ઓપરેશન મિલાપ’’ અન્વયે વડીયા પો.સ્ટે. ના ગુનાઓમાં અપહરણ થયેલ સગીરાને શોધી કાઢી, આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ














Recent Comments