ભાવનગર

જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ ખાતે તળાજા તાલુકા ગ્રામ્ય કક્ષાના યોગ દિવસ ની ઉજવણી

ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ તથા તળાજા તાલુકા પંચાયત પ્રમુખની ખાસ હાજરી.

      સમગ્ર વિશ્વમાં 21 જૂનને 12માં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક શાળાઓમાં તથા સરકારી કચેરીઓમાં ઉત્સાહ સાથે કરવામાં આવે છે. તળાજા તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત કર્મયોગ વિદ્યાસંકુલમાં પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

         આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી . પ્રાર્થના બાદ શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો દ્વારા યોગ , યોગમુદ્રાઓ અને આસનો કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો , શિક્ષકો અને મહેમાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગ દિવસની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. 

      આજના આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ લાધવા , તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ સોલંકી , તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર , હબુકવડ ગ્રામ પંચાયતના સરપંચ હિમાંશુભાઇ પંડયા તથા બોરલા ગ્રામ પંચાયતના સરપંચ હઠીસંગભાઈ ભંડારી તથા ગામલોકોએ ખાસ હાજરી આપી હતી. અજયભાઈ પરમાર તથા ક્રિનલસિંહ ડોડીયા દ્વારા યોગનું મહત્વ અને યોગ અને વિવિધ આસનો કરવામાં આવ્યા હતા. આજના યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવામાં શાળા પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related Posts